September 24, 2026
ગુજરાત

શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં ‘બેગલેસ ડે’ની શરૂઆત કરાઇ

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના અંતર્ગત આજથી પ્રાથમિક શાળાઓમાં ‘બેગલેસ ડે’ની શરૂઆત થઈ છે. વિવિધ શાળાઓમાં 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ બેગ વગર પહોંચ્યા છે. બેગ વગર શાળાએ પહોંચેલા બાળકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. શાળાઓમાં શિક્ષણ સિવાયની રચનાત્મક પ્રવૃત્તિમાં રસ લે માટે નવીન પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શનિવારે ‘બેગલેસ ડે’ જાહેર કરવામાં આવ્યો છે

ન્યુ એજ્યુકેશન પોલિસી(NEP) 2020 અને NCF-SE 2023 મુજબ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત-ગમત, શારિરીક કસરતો, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, બાલસભા, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવાના શાળાઓને આદેશ અપાયા છે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ બાળકોનો સર્વાંગી વિકાસ થાય, તેમની સર્જનાત્મક શક્તિઓ બહાર આવે તે હેતુથી આ નિયમ બનાવવામાં આવ્યો છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ રોજિંદા અભ્યાસના ભારણમાંથી બહાર આવીને જીવન કૌશલ્ય અને શારીરિક કસરતો પર પણ ધ્યાન આપતા થશે.

ગુજરાત પહેલા પણ કેટલાક રાજ્યોમાં બેગલેસ સેટરડેની શરુઆત કરી છે. આ અગાઉ મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં પણ ‘બેગલેસ ડે’ની સફળ અમલવારી થઈ ચૂકી છે. આ રાજ્યોના શિક્ષણ વિભાગ મુજબ, બેગલેસ ડેના પરિણામે વિદ્યાર્થીઓમાં શાળા પ્રત્યે રુચિ અને હાજરી દર બંનેમાં વધારો નોંધાયો છે

Related posts

અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 7 કેસ નોંધાયા

Ahmedabad Samay

ગુજરાતી અખબાર ગુજરાત સમાચારનાં ડિરેક્‍ટર સ્‍મૃતિબેન શાહનું ગઇકાલે સાંજે થયું અવસાન

Ahmedabad Samay

લુખ્ખાતત્વો થી ભયભીત, સ્થળપરથી લુખ્ખાઓએ પોલીસને ભગાડી,પોલીસ ખુદ પોતાની સુરક્ષા માટે પાંગળી, શું આ રીતે પોલીસ કરશે જનતાની રક્ષા ?

Ahmedabad Samay

અમદાવાદમાં નવા ૦૯ વિસ્તારને માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા અને ૦૪ માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન દૂર કરાયા

Ahmedabad Samay

શ્રી રાજપુત કરણી સેના મુંબઈએ યશરાજ ફિલ્મને અલ્ટીમેટમ આપ્યું

Ahmedabad Samay

પીએમ મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે, વહેલા ડિસ્ચાર્જ કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો