August 9, 2026
અપરાધગુજરાત

રાજસ્થાનથી મુંબઇ જતા પરિવારને નાના ચિલોડા ખાતે અજાણ્યા શખ્સોએ પરિવાર પર હુમલો કર્યો

રાજસ્થાનથી મુંબઇ જતા પરિવારને નાના ચિલોડા ખાતે અજાણ્યા રાહદારીઓએ સામન્ય બાબતે માર માર્યો, આ ઘટનાની હકીકત જાણ કરતા જણાવ્યું કે રાજસ્થાન થી  મુંબઇ જતા  ગોપીકીશન બાબુલાલજી દરજી તથા તેમની મમતાદેવી તથા તેમના નાના દિકરા સાથે તેમની ટાટા પંચ ગાડી આર.જે.૦૪ સી.બી.૧૩૬૯ ની લઈને  નરોડા નાના ચિલોડા રીંગ રોડ કરાઇ કટ પાસે પહોચતા એક નંબર વગરના બુલેટ ચાલકે અમારી પાસેથી એકદથી કટ મારી અમારી આગળ થઈ નીકળી જતા મારા મિત્ર ગોપીકિશને એકદમથી બ્રેક મારતા અમારી ગાડી પલટી ખાઇ ગયેલ તે વખતે આજુબાજુના લોકો ત્યા આવી ગયેલ અને અમને બહાર કાઢેલ અને તે વખતે આ બુલેટ ચાલક અમારી પાસે આવેલ અને કોઇ કારણ વગર તમે કેમ તમારી ગાડી બરાબર ચલાવતા નથી તેમ કહી અમને જેમ ફાવે તેમ અપમાનજક શબ્દો બોલવા લાગેલ જેથી મે તેમને ઝઘડૉ કરવાનુ ના કહેતા આ બુલેટ ચાલક એકદમથી ગુસ્સે થઈ ગયેલ અને તે વખતે તેણે ફોન કરી કોઇને ત્યા બોલાવેલ અને થોડી જ વારમા એક એક્ટીવા ઉપર એક માણસ ત્યા આવેલ અને તેઓ બન્ને ભેગા મળી અમને એકદમથી શરીરે લાતો ફેંટોનો માર મારવા લાગેલ અને તે વખતે આજુબાજુના લોકોએ અમને છોડાવેલ ત્યારબાદ અમને શરીરે મુંઢ માર વાગેલ હોય જેથી અમો સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ગયેલ અને ત્યા અમારી સારવાર કરાવ્યા બાદ રજા આપતા હુ મારા મિત્ર ગોપીકિશન તથા તેમની પત્નિ મમતાદેવી નાઓ સાથે અત્રે પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરવા સારૂ આવેલ છુ જેથી મારી ઉપરોકત બુલેટ ચાલક તેમજ એક્ટીવા ઉપર આવેલ અજાણ્યા માણસ એમ મળી તેઓ બન્ને વિરુધ્ધ કાયદેસર ફરિયાદ છે,

આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

Related posts

સુરત- વિજિલન્સ ટીમે 21 લાખની કિંમતનો વિદેશી દારુ ભરેલું કન્ટેનર ઝડપ્યું

Ahmedabad Samay

રાજકોટમાં કાયદા વ્યવસ્થા કથળી: વ્યાજ વસૂલવા વ્યજખોરે વેપારીના પુત્રનું કર્યું અપહરણ

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાશે, પહેલીવાર આ વોટ્સએપ નંબર પરથી જાણી શકાશે રિઝલ્ટ

Ahmedabad Samay

શાળાએથી ઘરે પરત ફરતી વેળાએ ધોરણ ૧૦માં ભણતી વિદ્યાર્થીનીને પ્રાઇવેટ બસ એ હડફેટે લેતા: થઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Ahmedabad Samay

શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે દેશી ગાયના છાણાથી વૈદિક હોળી પ્રગટાવી

Ahmedabad Samay

સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરવા પર સરકાર પર અર્જુન મોઢવાડીયા એ સવાલ ઉઠાવ્યા, જ્યારે સુપર સ્પ્રેડર તરીકે તમામ પક્ષના નેતા આવી જાય છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો