August 6, 2026
અપરાધદેશરાજકારણ

દિલ્હીના સીએમ ને લાફો મારનાર ના માતાએ કર્યા મોટા ખુલાસા, હાલમાં માનસિક તકલીફ પણ ધરાવે છે. તે ગમે ત્‍યારે ગુસ્‍સો થઇ જાય તો ઘરમાં અમને પણ મારકુટ કરી લેતો જણાવ્યું

નવી દિલ્‍હી ખાતે જનસુનાવણી કાર્યક્રમમાં દિલ્‍હીના મુખ્‍યમંત્રી રેખા ગુપ્‍તાને લાફો મારી લેનારો યુવાન રાજકોટનો રાજેશ સાકરીયા હોવાનું ખુલતાં અને તે કોઠારીયા રોડ વિસ્‍તારમાં રહેતો હોવાની માહિતી મળતાં આજીડેમ પોલીસ રાજેશના ઘરે પૂછપરછ કરવા તેના ઘરે પહોંચી હતી અને તેના પરિવારજનોના નિવેદન લીધા હતાં.

રાજેશના માતાએ કહ્યું હતું કે-મારો દિકરો રાજેશ પશુપ્રેમી છે, તેને પશુની હોસ્‍પિટલ કરવી છે. રખડતા કૂતરાઓનો વિડીયો તેણે જોયો હતો ત્‍યારે તેણે દુઃખી થઇ ઘરમાં શેટી-પલંગ ભાંગી જાય એ રીતે જોર જોરથી હાથ પછાડયા હતાં. આ વિડીયો જોઇને તે દુઃખી થયો હતો અને કદાચ આ કારણે દિલ્‍હી ગયો હશે. અમને તો તે ઉજ્જૈન દર્શન કરવા જવાનું કહીને ગયો હતો.

દિલ્‍હીના મુખ્‍યમંત્રીને લાફો મારી લેનાર રાજેશ ખીમજીભાઇ સાકરીયા દિલ્લીમાં શેરીના રખડતા શ્વાન અંગેનો વિડીયો-સમાચાર તેણે જોયા હતાં આ વખતે તે શેટી પર બેઠો હોઇ ગુસ્‍સે થઇ શેટીમાં જોર જોરથી હાથ પછાડવા માંડયો હતો અને દુઃખી થઇ ગયો હતો. આ પછી તે ગયા રવિવારે ઉજ્જૈન દર્શન કરવા જવાનું કહીને નીકળ્‍યો હતો. તે મહાદેવનો ભક્‍ત હોઇ અવાર-નવાર ઉજ્જૈન જતો રહે છે.  ગઈકાલે અમે  ફોન કરતા  રાજેશે હું દિલ્લી આવ્‍યો છું કુતરા માટે આવ્‍યો છું તેમ કહી ફોન કાપી નાંખ્‍યો હતો. મારો દિકરો કૂતરાનો પ્રેમી છે, ગાય અને ચકલાઓ પ્રત્‍યે પણ પ્રેમ છે. તે પશુ-પક્ષીઓની સેવાનું જ કામ કરે છે. ઘરમાં રોટલા પડ્‍યા હોય તો કૂતરા માટે લઈ જાય.

ભાનુબેને વધુમાં કહ્યું હતું કે દિકરો અગાઉ દારૂ પીવાની આદત ધરાવતો હતો. પણ પાંચ વર્ષથી મુકી દીધો છે અને તેનું મગજ તામસી થઇ ગયું છે, હાલમાં માનસિક તકલીફ પણ ધરાવે છે. તે ગમે ત્‍યારે ગુસ્‍સો થઇ જાય તો ઘરમાં અમને પણ મારકુટ કરી લેતો હોય છે. મારા દિકરો પશુ પ્રેમી છે તેને  પશુની હોસ્‍પિટલ પણ બનાવવી છે આ માટે  તે અલગ અલગ આગેવાનોને પણ મળતો હતો.  તેમને પશુ હોસ્‍પિટલ રાજકોટમાં બનાવી છે તેવી વાતો પણ કરતો હતો. પડોશીએ કહ્યું હતું કે રાજેશ સાકરીયા પશુ પ્રેમી છે,

પડોશમાં કોઇ સાથે માથાકુટ કરતાં નથી. પશુ પ્રેમના કારણે જ કદાચ તેણે દિલ્‍હી જઇને આમ કર્યુ હોઇ શકે.રાજેશ સાકરીયા પોતે રિક્ષાચાલક છે અને તેના પિતા તથા ભાઇ પણ રિક્ષા હ઼કારે છે. પત્‍નિનું નામ ઉષાબેન છે,બુધવારે સવારે મુખ્‍યમંત્રી નિવાસસ્‍થાને લોક દરબાર દરમિયાન દિલ્‍હીના મુખ્‍યમંત્રી રેખા ગુપ્‍તા પર હુમલો થયો હતો. તેને થપ્‍પડ મારનાર શખ્‍સ રાજેશ સાકરીયા રાજકોટ કોઠારીયા વિસ્‍તારમાં રહેતો હોવાની જાણ થતાં આજીડેમ પોલીસ પરિવારજનોની પૂછપરછ કરી હતી.

Related posts

આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વ પર્યાવરણ દિન ઉજવવામાં આવ્યું

Ahmedabad Samay

અમરનાથ યાત્રાની પહેલી પૂજા આજે પવિત્ર ગુફા સ્થળે પૂર્ણિમાના દિવશે થશે

Ahmedabad Samay

૦૪ ઓક્ટોબરથી એમેઝોન લાવી રહ્યુ છે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ.

Ahmedabad Samay

પ્રધાનમંત્રીની ચિંતા વધી, ચાર રાજ્યના મુખ્યમંત્રી સાથે કોરોનાને લઇ ચર્ચા કરી

Ahmedabad Samay

સટ્ટા બજારમાં નવો ટ્રેન્ડ, હવે કોરોના કેસ પર સટ્ટો

Ahmedabad Samay

મોદી સરકારનો નિર્ણય ONGC ની ૧.૫ ટકા ભાગીદારી વેચી દેવાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો