September 22, 2026
ઓઢવ પોલીસ સ્ટેશન
અપરાધ

મીલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓનો ઓઢવ પોલીસે ભેદ ઉકેલાયો, ઈસમ પાસેથી ચોરી કરાયેલ મુદ્દામાલ જપ્ત કર્યો

મીલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા ઓઢવ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન અ.પો.કો વનરાજસિંહ બળવંતસિંહ તથા અ.પો.કો ભોળુભા જીલુભાઈ નાઓને મળેલ  બાતમીના આધારે ઓઢવ આંજણા ચોક ચાર રસ્તા ખાતે તપાસ કરતા એક આરોપી કિરણની તપાસ કરતા તેને કરેલા ગુન્હાની કબૂલાત કરી હતી,

 

 

 

તપાસ કરતા જાણવા મળેલ કે થોડાક દિવસ અગાઉ રાત્રીના સમયે કિરણ ચોરી કરવાના ઈરાદે ફરતો હતો તે દરમિયાન ઇન્દીરાનગર આવાસ યોજનામાંથી રિક્ષામાં બેસેલ ઈસમોની નજર ચુકવી બે મોબાઈલ ફોનની ચોરી કરેલ તથા આજથી પંદરેક દિવસ અગાઊ ઈન્દીરાનગર આવાસ યોજનામાં પાર્કીંગમાં પાળી ઉપર બેસેલ મહીલાની નજર ચુકવી એક મોબાઈલ ફોનની ચોરી કરેલ,તથા પાંચેક દિવસ અગાઊ રાત્રીના સમયે પામ હોટલની પાછળ એસ્ટેટમાં ચોથા માળે ઓફીસનો દરવાજો ખોલી ઓફીસમાં પ્રવેશ કરી એક મોબાઈલ ફોન તથા રોકડા રૂ.૪૫૦૦/-ની ચોરી કરેલ તથા પાંચેક દિવસ અગાઊ રાત્રીના સમયે મનમોહન પાર્ક ચાર રસ્તા ખાતે જોગણી માતાના મંદીર પાસે પાર્ક કરેલ હોન્ડા એક્ટીવાની ચોરી કરેલ હતી,

ગુન્હાની કબુલાત કરતા સદરી ઈસમના કબ્જામાંથી મળી આવેલ ઉપરોક્ત તમામ મુદામાલ કબ્જે કરી ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ નીચે મુજબના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢી સદરી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Related posts

વડોદરાના બહુચર્ચિત સામુહિક દુષ્કર્મ અને આપઘાતના મામલા માટે SIT ની રચના કરાઇ

Ahmedabad Samay

અમદાવાદની પ્રતિષ્ઠિત વી.એસ. હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી, દવાઓનું ક્લિનિકલ રિસર્ચનું કૌભાંડ પકડાયું

Ahmedabad Samay

બોપલ વિસ્તારમાં આવેલ સ્કાય સિટીમાં આવેલ Arcus સોસાયટીમાં બન્યો લૂંટનો બનાવ

Ahmedabad Samay

અમદાવાદ: ઝઘડો થતા બીજા રૂમમાં સૂઈ રહેલા એન્જિનિયર પતિના ગાલ પર પત્નીએ ચપ્પુ માર્યુ, 24 ટાંકા આવ્યાં

admin

અમદાવાદ ઓઢવ પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી સીલ બંધ બોટલ ઝપત કરાઇ

Ahmedabad Samay

અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ યોજી ભૂ-માફિયાઓના નામની જાહેરાત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો