September 21, 2026
ગુજરાત

અમદાવાદમાં ગરબા આયોજનને લઈ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદમાં ગરબા આયોજનને લઈ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગરબાના આયોજનનોના નિયમો કડક બન્યા છે. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ગરબાના આયોજકોએ નિયમોનું પાલન કરવું પડશે. રાત્રે 12 પછી ગરબા કાર્યક્રમ પર પ્રતિબંધ, સાઉન્ડ સિસ્ટમ માટે ડેસિબલ મર્યાદા નક્કી, આયોજકોને ફરજીયાત પરમિશન લેવું પડશે. સુરક્ષા, ટ્રાફિક અને મેડિકલ સુવિધા જરૂરી છે. નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી થશે. ફાયર સેફટી, ટ્રાફિક વ્યવસ્થા, મહિલાઓની સુરક્ષા એન્ટ્રી એક્ઝિટ ગેટ અલગ રાખવા પડશે. ગરબા આયોજકોએ જાહેરનામાં મુજબ તૈયારીઓ શરૂ કરી. આયોજકોએ ગરબાની પરવાનગી લેવા પ્રોસેસ શરૂ કરી છે. આયોજકો ખાનગી બાઉન્સરો સંખ્યા વધારે રાખશે .

 

કલેકટર દ્વારા કાર્યક્રમની મંજૂરી અને સમય મર્યાદા જાહેર કરાઇ

આ જાહેરનામા મુજબ, ટિકિટ અથવા પાસવાળા પાર્ટી પ્લોટ અને ક્લબમાં યોજાતા રાસ-ગરબાના કાર્યક્રમોની મંજૂરી હવેથી મામલતદાર દ્વારા આપવામાં આવશે નહીં. આ મંજૂરી સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) દ્વારા આપવામાં આવશે. આયોજકોએ મંજૂરી મેળવવા માટે SDMનો સંપર્ક કરવો પડશે. સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે 12 વાગ્યા સુધી જ કાર્યક્રમની મંજૂરી આપવામાં આવશે. રાત્રે 12 વાગ્યા પછી કોઈપણ જગ્યાએ માઈક કે લાઉડસ્પીકર ચાલુ રાખી શકાશે નહીં. જો આ સમય પછી લાઉડસ્પીકર ચાલુ જણાશે, તો કાર્યક્રમના આયોજક અને સાઉન્ડ સિસ્ટમવાળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામામાં સુરક્ષાને લગતા પણ કેટલાક કડક નિયમો મૂકવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

 

આયોજકોએ આ સુરક્ષા અને સલામતીના નિયમોનું ધ્યાન રાખવું પડશે.

પૂરતી સુરક્ષા:ગરબાના આયોજકોએ પ્રાઈવેટ સિક્યુરિટી મારફતે એન્ટી સબોટેજ ચેકિંગ કરાવવું અને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવી.
CTV કેમેરા: પાર્કિંગ અને કાર્યક્રમની જગ્યાએ પૂરતી સંખ્યામાં CCTV કેમેરા ગોઠવવા.
અગ્નિશામક વ્યવસ્થા: આયોજકોએ ઇલેક્ટ્રિક ફીટીંગ યોગ્ય હોવાનું પ્રમાણપત્ર મામલતદારને રજૂ કરવું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમો મુજબ, ગ્રામ્ય વિસ્તારમાં પણ જરૂરી અગ્નિશામક સાધનો રાખવા. MCB/MILLB લગાવવું ફરજિયાત છે.
પાર્કિંગ વ્યવસ્થા: પાર્કિંગની વ્યવસ્થા સ્વયંસેવકો અને સિક્યુરિટી ગાર્ડ્સ મારફતે કરવી. પાર્કિંગ રોડ પર થવું જોઈએ નહીં. જો રોડ પર પાર્કિંગ જોવા મળશે, તો મંજૂરી રદ થઈ શકે છે
એન્ટ્રી/એક્ઝિટ ગેટ: પ્રવેશ અને બહાર નીકળવા માટેના ગેટ અલગ અલગ રાખવા
ઇલેક્ટ્રિક મેઈન્ટેનન્સ સ્ટાફ: ગરબાની જગ્યાએ ઇલેક્ટ્રિક સિસ્ટમ માટે મેન્ટેનન્સ સ્ટાફ હાજર રાખવો
સ્ટેજ મજબૂતાઈ: જો મોટા સ્ટેજ ઊભા કરવામાં આવ્યા હોય તો તેની મજબૂતાઈ અંગે PWD એન્જિનિયરનું પ્રમાણપત્ર મેળવવું
જનરેટર અને લાઇટ: વીજળીનો પ્રવાહ બંધ થાય તો મુશ્કેલી ન થાય તે માટે સ્ટેન્ડ-બાય જનરેટર અને વૈકલ્પિક લાઇટની વ્યવસ્થા કરવી
આ નિયમોનું પાલન કરવું તમામ આયોજકો માટે ફરજિયાત છે, જેથી નવરાત્રીનો તહેવાર સૌ માટે સુરક્ષિત અને આનંદદાયક બની રહે.

Related posts

સૌરાષ્ટ્રમાંથી ૪૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

Ahmedabad Samay

લોકડાઉન હીરો: જન જાગૃતિ ફાઉન્ડેશન રાષ્ટ્રીય પ્રમુખ શ્રી એસ.પી.સિંહ ભદોરીયા

Ahmedabad Samay

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 દુર્ઘટનાના કારણોની નિષ્પક્ષ તેમજ ઉચ્ચસ્તરીય તપાસ કરવાની જોરદાર માંગ ઉઠાવી છે

Ahmedabad Samay

સમારકામ દરમિયાન ગેલેરીની છત પડતા ૪ વર્ષના બાળક સહિત ૨ વ્યક્તિના મોત

Ahmedabad Samay

રાજ શેખાવત સામે સરકારના આકરા વલણ સમક્ષ કલેક્ટરશ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

ભાજપ ઉમેદવાર અમિતભાઈ  શાહે અમદાવાદના નરોડા વિસ્તારમાં જનસભાને સંબોધન કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો