એવું લાગી રહ્યું છે કે રાજ શેખાવત અને સરકાર આમને સામને આવી ગયા છે સરકાર કોઇપણ હાલતમાં રાજ શેખાવતને પાયમાલ કરવા પર મેદાનમાં ઉતરી હોય તેવુ લાગી રહ્યું છે.
થોડા દિવસો અગાઉ લુવારા ગામ ખાતે રાજપૂત સમાજની દીકરી સાથે અન્યા થયો હતો અને તેમને ન્યાય અપવવા માટે આંદોલન કરવામાં આવ્યું ત્યારે તેમની લુવારા ગામ પહોચેતે પહેલાજ તેમની અટકાયત કરવામાં આવી હતી, વડોદરા જી.આઇ.ડી.સી. ખાતે આવેલ એન.બી.સી. કંપની માંથી લોકડાઉન જેવી કપરી પરિસ્થિતિમાં નોકરી માંથી કાઢી મૂકવામાં આવ્યા હતા તે સમયે પણ મજૂરોના હક્ક માટે લડત કરવામાં આવી હતી તેવા સમયે પણ પોલીસ દ્વારા તેમના ઘર બહાર પોલીસ કાફલો ઉતારી ઘરના બહાર નિકળતાજ અટકાયત કરવામાં આવ્યું હતું આવી રીતે સામાજીક સેવા કરવા માટે પણ અડચણ ઉભી કરી રહ્યા હતા એટલુજ નહિ તેમને આર્થિક રીતે પણ નુકશાન પહોંચાડવા માટે ઘણીવાર પ્રયાસ કરવામાં આવી રહ્યા.તેમને આર્થિક રીતે નુકશાન પહોંચાડવા માટે સરકાર દ્વારા ઓડિટની અડમાં રાજ શેખાવતની સિક્યુરિટી એજન્સીના લાઈસન્સ રદ કરવાની નોટિસ આપવામાં આવ્યુ છે.
જે અનુસંધાને આજ રોજ શ્રી રાષ્ટ્રિય રાજપૂત કરણી સેના કથલાલ તાલુકાનું પ્રમુખ શ્રી ચંદ્રેશસિંહ ચૌહાણ દ્વારા કથલાલ મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે સરકાર સત્તાનો દૂર ઉપયોગ ન કરે અને આવા સામાજિક આગેવાનો સાથે આવુ વર્તન ન કરે.
સૂત્રો અનુસાર સરકારના અમુક રાજકીય નેતાઓ દ્વારા પોતાની અંગત દુશમની ને કારણે સત્તાનો દૂર ઉપયોગ કરી પોતાની દુશમની કાઢવામાં આવી રહી છે તેવું જાણવા મળેલ છે.
રાજ શેખાવતને પાયમાલ કરવાના ઈરાદામાં સરકાર હજારો લોકોની જિંદગી પણ પાયમલ કરી નાખશે કારણકે તેમની સિક્યોરિટી કમ્પની માં હજારો લોકો કામ કરી રહ્યા છે જો લાઇસન્સ રદ થઇ જશે તો હજારો લોકો આવી કપરી પરિસ્થિતિમાં બેરોજગાર થઇ જશે.