અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલ જનજાગૃતિ ફાઉન્ડેશન દ્વારા લોકડાઉન સમયે રખિયાલ,મેઘાણીનગર, મેમકો, પ્રેમનગર અને નરોડા તેના આસપાસ ના વિસ્તારમાં રહેતા ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને બે સમયનું ખાવાનું બનાવામાં આવતું હતુંજરૂરિયાત મંદ ને અનાજના કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પરપ્રાંતિઓ ને પોતાના વતન વાપસી માટે પણ મદદરૂપ થયા હતા.
લોકડાઉન દરમિયાન ઘણા લોકો બેઘર થયા હતા તેવા સમયે જન જાગૃતિ ફાઉન્ડેશન ના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી એસ.પી.સિંહ ભદોરીયા દ્વારા રહેવા અને જમવાની ઉત્તમ સગવડ પણ કરવામાં આવી હતી. એસ.પી
સિંહ ભદોરીયા ના આવા કામ ને જોતા ઘણા દાતા શ્રીઓ પણ સામે આવ્યા હતા અને તેમના આ જનકલ્યાણ કામ કરવા માટે મદદરૂપ થયા હતા