September 22, 2026
ગુજરાત

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી 400 વર્ષ જૂની મંસા મસ્જિદનો એક ભાગ રોડ પહોળો કરવા માટે તોડી પાડવામાં આવશે

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી 400 વર્ષ જૂની મંસા મસ્જિદનો એક ભાગ રોડ પહોળો કરવાના પ્રોજેક્ટ માટે તોડી પાડવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે મસ્જિદ ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે,

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની નોટિસ પર સ્ટે મુકવાનો ઇનકાર કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે “જાહેર હિત”ના પ્રોજેક્ટમાં કોઈને વાંધો ન હોવો જોઈએ. કોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું કે આ કિસ્સામાં વકફ કાયદાની જોગવાઈઓ લાગુ પડતી નથી.

વધુમાં, કોર્ટે જણાવ્યું કે AMC કમિશનરે ગુજરાત પ્રાથમિક મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) કાયદા હેઠળ વિશેષ સત્તાનો ઉપયોગ કરીને આ નિર્ણય લીધો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો અને જાહેર સુવિધા વધારવાનો છે. આ ચુકાદાને પગલે હવે મસ્જિદનો આ ભાગ તોડી પાડવાનો માર્ગ મોકળો થયો છે.

Related posts

ગુજરાતમાં કમળ ખીલ્યું,ડબલ એન્‍જીન સરકારનું સુત્ર વ્‍હેતુ મુકયુ હતું જેને લોકોએ વધાવી ભાજપને ખોબલે ખોબલે મત આપ્‍યા

Ahmedabad Samay

નરોડાના કેપિટલ કોર્પોરેટ કોમ્પલેક્ષમાં ભીષણ આગ, કોઇ જાનહાની નહિ

Ahmedabad Samay

ગુજરાતમાં ૭ મેના રોજ મતદાન અને મત ગણત્રી ૪ જૂને થશે

Ahmedabad Samay

જી.સી.એસ હોસ્પિટલ દ્વારા કેન્સર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

Ahmedabad Samay

મેટ્રોનું બાકી કામ ડિસેમ્બર 2023માં થઇ જશે પૂર્ણ, વિધાનસભામાં પૂછાયો પ્રશ્ન

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં ચોંકાવનારું પરિણામ ભાજપ 02, કોંગ્રેસ 02, જીતના દાવેદાર નેતા નિકુલસિંહ અને ગિરિવર શેખાવાતની હાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો