ગુજરાતમાં એક પછી એક ધર્મ પરિવર્તન કરાવી લવ જેહાદ ચલાવી રહયા છે.થોડા સમય પહેલા વડોદરામાં બે લવ જેહાદની ઘટના બની છે. જેના કારણે રાજકરણમાં પણ ગરમાવો આવ્યો છે, સી. આર. પાટીલ એ પણ લવ જેહાદ માટે કડકમાં કડક કાનૂન બનાવવા માટે સી.એમ.રૂપાણી ને અપીલ કરી છે, જ્યારે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના પ્રદેશ અધ્યક્ષ શ્રી વિનય શર્મા, પ્રદેશ સંગઠન મંત્રી શ્રી કોમલસિંહ ભદોરીયા, પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ શ્રી અરવિંદ ગુપ્તા, જિલ્લા પ્રભારી શ્રી નિરજસિંહ ભદોરીયા, જિલ્લા સંગઠન મંત્રી શ્રી રાજેશસિંહ તોમર અને જિલ્લા મહામંત્રી વિશાલ પાટણકર દ્વારા અમદાવાદ કલેકટર શ્રી દ્વારા સી.એમ.રૂપાણી ને આવેદન પત્ર આપ્યું છે કે યુ.પી.માં જે પ્રકારે લવ જેહાદ માટે કડક કાયદો લાદવામાં આવ્યું છે તેજ પ્રકારે ગુજરાત સરકારે વધતા જતા લવ જેહાદના કિસ્સાને અને ગુજરાતની બહેન,દીકરીઓ ને બચાવવા માટે જેમ બને તેમ આવી ઘટનાઓને રોકવા માટે ગુજરાતમાં પણ લવ જેહાદ વિરુધ્ધ કડકમાં કડક કાયદો બનાવવો જોઇએ.
આવેદનપત્ર આપ્યા બાદ પણ જો કાયદો અમલમાં નહિ આવે તો અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી આપી છે.