August 8, 2026
ગુજરાત

જાણો પોક્સો એકટ વિશે સચોટ માહિતી

પોક્સો ‘ એટલે કે ‘ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ નીચે જ્યારે વિશેષ અદાલતમાં કેસ ચાલે તે અંગે કલમ-૩૩માં ખાસ જોગવાઈ કરેલ છે. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સયૂલ ઓફેન્સીસ 2012 અનુસાર ભોગ બનનાર સુરક્ષા અને ગુપ્તતા ને ઝીણવટ પૂર્વક ધ્યાન રાખવામાં આવે છે .અમુક કેસ માં કોર્ટ ની પરવાનગી થી જૂબાની સમયે વાલી ને સાથે રાખી શકાશે

વકીલ શ્રીશકીલ ઓઢવેર
વકીલશ્રી સખિલ ઓઢવેલ. (એડવોકેટ લીગલ પેનલ )

બાળકને જ્યારે નિવેદન આપવાનું હોય છે ત્યારે તેની જોડે થયેલ જાતીય સતામણીના બનાવ અંગે તેણે કોર્ટ સમક્ષ નિવેદન આપવાનું હોય છે. આવો કેસ જ્યારે ચાલતો હોય ત્યારે વિશેષ અદાલતે એ વાતની ખાતરી કરવી પડશે કે, પુરાવા નોંધતી વખતે બાળકને કોઈ પણ રીતથી આરોપી નજરે પડવો જોઈએ નહીં અને સાથે સાથે જ્યારે બાળક નિવેદન આપતું હોય ત્યારે આરોપી સ્થ બાળકે આપેલ નિવેદન સાંભળી શકશે અને આ અંગે તેના વકીલ સાથે વાતચીત પણ કરી શકશે. બાળકનું નિવેદન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અથવા એક ” તરફથી દેખાય તેવા અરીસાના ઉપયોગ દ્વારા અથવા અન્ય સાધન દ્વારા નોંધી શકાશે. આવા કેસો ખુલ્લી અદાલતમાં નહીં, પરંતુ ચેમ્બરમાં એટલે કે ‘ઈન કેમેરા’ ચલાવવાના એવું આ અધિનિયમ કહે છે અને તે દરમિયાન બાળકનાં માતા-પિતા અથવા એવી કોઈ પણ વ્યક્તિ કે જેની ઉપર બાળકને વિશ્વાસ હોય, તેની હાજરીમાં હાથ ધરવામાં આવશે. બાળકને પુરાવો નોંધતી વખતે જો જરૂર લાગે ત્યારે અદાલત અનુવાદક અથવા અર્થઘટનકારની સહાયતા લઈ શકશે.

માનસિક અથવા શારીરિક અસક્ષમતા ધરાવતા બાળકના કેસમાં, વિશેષ અદાલત ખાસ કેળવણીકાર અથવા કોઈ પણ સુપરિચિત વ્યક્તિ કે જે બાળક સાથે વાર્તાલાપ કરવાની રીત અથવા ક્ષેત્રનો નિષ્ણાત હોય, એવી લાયકાત અને અનુભવ ધરાવતી વ્યક્તિની સહાયતા લઈ શકશે. વિશેષ અદાલતને ઉચિત જણાય ત્યારે બાળક માટે વારંવાર વિરામ અંગેની પરવાનગી આપી શકશે. વિશેષ અદાલત એવી ખાતરી પણ કરશે કે બાળકને કોર્ટમાં જુબાની આપવા માટે વારંવાર બોલવવામાં ન આવે. વિશેષ અદાલત બાળકના ચારિત્ર હનન સંબંધિત પ્રશ્નો પૂછવાની પરવાનગી આપશે નહીં અને તેવી ખાતરી કરશે કે, બાળકની ગરીમા જળવાઈ રહે અને કોઈ પણ વખતે બાળકની ઓળખાણ જાહેર ન થાય.

બાળકને પણ કાયદા વ્યવસાયિકની એટલે કે વકીલની સહાયતા મેળવવાનો અધિકાર છે. જો બાળકનાં માતા-પિતા અથવા વાલી વ્યાવસાયિક સલાહકાર રાખવા માટે અસમર્થ હોય 15 તો કાનૂની સેવા સત્તામંડળ તેઓને ધારાશાસ્ત્રી પૂરો પાડશે.

Related posts

અમદાવાદ: 23 ખાનગી શાળાઓ બંધ થવાની સંભાવના, અપૂરતા વિદ્યાર્થીઓ બનશે કારણ

Ahmedabad Samay

પી.એફ.માં વધારે રૂપિયા જમા કરાવીને ટેકસ બચાવતા લોકોને બજેટમાં મોટો ફટકો

Ahmedabad Samay

ગુજરાતમાં લોકડાઉન લાગુ પડે તેવી ઉભી થઇ છે : ગુજરાત હાઇકોર્ટના

Ahmedabad Samay

અમદાવાદના સરખેજમાં ધાતલા તળાવ ખાતે નવું લોટસ પાર્ક બનાવવામાં આવશે.

Ahmedabad Samay

૧૫ થી ૧૬ જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.   વરસાદી સિસ્ટમ સક્રિય થતા ૧૭ થી ૨૫ જૂલાઈ ભારે વરસાદ રહેશે

Ahmedabad Samay

અમદાવાદમાં એક જ સપ્તાહમાં નોંધાયા 12 હજાર આંખ આવવાના કેસ નોંધાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો