September 21, 2026
ગુજરાત

ટ્રાફિક પોલીસ દ્વારા BRTS કોરિડોરમાં વાહનચલાવતા વાહનચાલકો પાસેથી અંદાજીત રૂ.85,000નો દંડ વસૂલયો, જનતાન મત પ્રમાણે જો જાહેર માર્ગ પર ટ્રાફિક સમસ્યા દૂર કરે તો BRTS કોરિડોર કોઈ જાય જ નહીં

BRST કોરિડોરમાં વાહનો ચલાવતા રોકવાના ડ્રાઇવ દરમિયાન કુલ 53 વાહનોને રોકવામાં આવ્યા હતા. આ 53 વાહનચાલકો પાસેથી સ્થળ પર જ કુલ રૂ.85,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. BRTS કોરિડોર માત્ર બસો માટે આરક્ષિત છે અને તેમાં અન્ય વાહનોનો પ્રવેશ કાયદેસર રીતે પ્રતિબંધિત છે.

ખાનગી વાહનો દ્વારા આ કોરિડોરનો ઉપયોગ કરવાથી માત્ર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થતું નથી પરંતુ તે BRTS બસોની ગતિ અને સમયપાલનને પણ અસર કરે છે. AMC અને પોલીસે સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં પણ જાહેર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે આ પ્રકારની ડ્રાઇવ્સ ચાલુ રહેશે. જેથી નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક પગલાં લઈ શકાય.

પરંતુ વાહન ચાલકોને BRTS ને લઇ ફરિયાદ પણ છે કે BRTS કોરિડોર ને કારણે પિક અવર્સમાં જાહેર માર્ગમાં ખૂબ ટ્રાફિક હોય છે અને BRTS કોરિડોર આખો ખાલી હોય છે, ટ્રાફિક પોલીસ દ્વારા BRTS રૂટ માં ધ્યાન આપ્યા કરતા જાહેર માર્ગમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા પર વધુ ધ્યાન આપે તો લોકોને BRTS કોરિડોરમાં જવુંજ ન પડે અને ટ્રાફિક નિયમોનું ભંગ પણ ન થાય,

Related posts

ટેલીવિઝનના  માધ્યમથી  દુરદર્શન કેન્દ્ર ડી.ડી. ગિરનાર ચેનલથી ઓનલાઇન અભ્યાસ પ્રસારિત કરવાનું આયોજન

Ahmedabad Samay

સરકારી આદેશનો નરોડા વિસ્તારમાં લીલાલેર ઉડ્યા

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા, હસમુખ પટેલે PCમાં કહ્યું- ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, અયોગ્ય પ્રવૃત્તિઓ પર રહેશે ચાંપતી નજર…

admin

અમદાવાદના અસારવા વિસ્તારમાં સાધુના વેશમાં છુપાયેલા હવસ ખોરનો પર્દાફાશ

Ahmedabad Samay

AMCની ધમાકેદાર ઓફર, વેકસીનના બીજા ડોઝ પર લકી ડ્રો લાગવા પર આઈફોન આપવામાં આવશે

Ahmedabad Samay

અમદાવાદની તમામ શાળાના કર્મચારીઓ ને કોવીડ વેકશીનેશન 3 દિવસમાં પુણૅ કરવા માટે આદેશ અપાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો