August 7, 2026
નિકોલ પોલીસ સ્ટેશન
અપરાધ

નિકોલ તોડકાંડ પ્રકરણમાં PI એન.કે. રબારીને સસ્પેન્ડ કરાયા

અમદાવાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. શહેરના આઈ ડિવિઝન (I-Division) ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI એન.કે. રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ચકચાર મચાવનાર નિકોલ તોડકાંડ પ્રકરણમાં PI એન.કે. રબારીની ભૂમિકા તપાસ હેઠળ હતી. આ કેસની ઇન્ક્વાયરી દરમિયાન તેમણે ગંભીર બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં બેદરકારી બદલ તેમની સામે આ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે

નિકોલમાં દોઢ મહિના પહેલા એક વેપારીની કાર રોકી તેમને ધમકી આપી પોલીસ દ્વારા તોડ કરવામાં આવ્યો હતો. દાસ્તાન સર્કલ પાસે વેપારીને રોકી ટ્રાફિક પોલીસ દ્વારા વેપારી પાસેથી ઓનલાઈન અને રોકડ ગણીને 5.88 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ કેસમાં કુલ ત્રણ ટી.આર.બી અને એક હેડ કોન્સ્ટેબલ સંકળાયેલા હતા. પોલીસે હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ શંકરભાઈ ચૌધરીની ધરપકડ છે. આ કેસમાં ટી.આર.બી રાજેશ પટણી અને વિશાલ પટણીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને અજય પટણી ફરાર છે. .

ટ્રાફિક વિભાગમાં ફરજ દરમિયાન પણ તેમની કામગીરીને લઈને અનેક ફરિયાદો ઉઠી હતી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે અને PI રબારીને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો,

Related posts

એક બાજુ શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ: તો બીજી બાજુ ઢોર પકડ પાર્ટી અને માલધારીઓ વચ્ચે થઈ મોટાપાયે માથાકૂટ

Ahmedabad Samay

સુરત ના કતારગામ વિસ્તાર માં પતિએ પત્ની ને જીવતી સળગાવી દીધી

Ahmedabad Samay

કુખ્યાત નક્સલવાદી નેતા અને આંધ્ર-ઓડિશા બોર્ડર (AOB)ના સચિવ સી. નારાયણ રાવે તેના 8 સાથીઓ સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું

Ahmedabad Samay

બિહારમાં બી.એસ.એફ જવાન સહિત તેના ૦૬ ભાઈઓ પર તલવારો અને બંદૂકોથી હુમલો કરવામાં આવ્યો

Ahmedabad Samay

દેશી બોમ્બ સાથે ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી

Ahmedabad Samay

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કોઈની શાજીસ કે પછી ટ્રમ્પ જાતેજ હુમલો કરાવ્યો ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો