August 7, 2026
અપરાધદેશ

નક્સલિયો સાથેની અથડામણમાં 22 જવાનો શહિદ ,હુમલાને લઈને અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

બીજાપુર બોર્ડર પર સ્થિત ટેકલગુડા ગામ નજીક નક્સલિયો સાથેની અથડામણમાં 22 જવાનો શહિદ થયા છે.  સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જે ટેકલાગુડા ગામમાં જ્યાં આ અથડામણ થઈ હતી, ત્યાં જ શહીદ સૈનિકોની લાશ હજુ પડ્યા છે.

નક્સલવાદીઓ ગામમાં હાજર હતા અને એક મહુઆના ઝાડ પાસે 6 સૈનિકોની લાશ પડી હતી. તે જ સમયે 3 જવાનનાં મૃતદેહ પણ એક અંતરે પડેલા હતા અને નજીકના મકાન પાસે એક જવાનનો મૃતદેહ પડ્યો હતો. ગામ લોકોએ જણાવ્યું કે, આગળ અને જંગલમાં 10 જેટલા સૈનિકોની લાશ પડી છે. આપને જણાવી દઈએ કે સુરક્ષા દળો સાથે નક્સલવાદીઓની પહેલી અથડામણ ગામની નજીકની ટેકરીમાં થઈ હતી. ઇજાગ્રસ્ત સૈનિકોને લઈ જતી ટીમ પર બીજી વાર નક્સલીઓએ હુમલો કર્યો હતો જેના જવાબમાં સૈનિકોએ પણ ગોળીબાર કર્યો હતો.

આ હુમલાને લઈને અમિત શાહે અસમથી પરત ફરીને દિલ્હીમાં એક બેઠક કરી છે  . અમિત શાહે અહીં MHA અને CRPFના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં સ્પેશ્યલ ડીજી સંજય ચંગર પણ હાજર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મીટિંગમાં નક્સલવાદીઓ વિરૂદ્ધ મોટી કાર્યવાહી લેવાની રણનીતિ બની શકે છે. સૂત્રોની માનીએ તો આ હુમલામાં તપાસની જવાબદારી NIAને સોંપવામાં આવી શકે છે.

Related posts

આંબલી-બોપલ રોડ પર વધુ એક નબીરાએ પાંચ થી સાત જેટલા વાહનો હડફેટે લઇ આતંક મચાવ્યો, પત્ની દ્વારા પતિનો લૂલો બચાવ કરવામાં આવ્યો

Ahmedabad Samay

દેશની રાજધાનીમાં કોરોના સંક્રમણના વધતા કેસ વચ્‍ચે વીકેન્‍ડ કર્ફયુ લગાવાનો નિર્ણય લીધો.

Ahmedabad Samay

ભારતી ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યા

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે મુસાફરો માટે અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે

Ahmedabad Samay

પતિએ ” તારે મરવું હોયતો મરિજા” કહેતા પત્ની એ સાબરમતી નદીમાં જીવ ટૂંકાવ્યું

Ahmedabad Samay

ફિલ્મ જગતમાં શોકનો માહોલ,ગાયિકા આશા ભોસલેનું ૯૨ વર્ષની વયે દુખદ નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો