September 21, 2026
મોહનભાગવત
દેશ

RSSના સરસંઘચાલક મોહન ભાગવતજીએ ભારતીય ભાષાઓ અને માતૃભાષાના ઘટતા જતા ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી

નાગપુરમાં યોજાયેલા પુસ્તક મહોત્સવ દરમિયાન RSSના સરસંઘચાલક મોહન ભાગવતજીએ ભારતીય ભાષાઓ અને માતૃભાષાના ઘટતા જતા ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટકોર કરી હતી કે વર્તમાન સમયમાં પરિસ્થિતિ એવી છે કે કેટલાક ભારતીયો પોતાની જ સ્વદેશી ભાષાઓથી અજાણ છે.

રવિવારે નાગપુર બુક ફેસ્ટિવલમાં સંબોધન કરતી વખતે શ્રીવમોહન ભાગવતે ભારતીય સંસ્કૃતિ અને ભાષાઓના જતન પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, દેશમાં વિદેશી ભાષાઓનું પ્રભુત્વ વધી રહ્યું છે, જ્યારે સ્થાનિક અને પ્રાદેશિક ભાષાઓ હાંસિયામાં ધકેલાઈ રહી છે.
ભાગવતજીએ કહ્યું હતું કે, “આપણી ભાષાઓ આપણી સંસ્કૃતિ અને પરંપરાનું વહન કરે છે. જ્યારે આપણે આપણી ભાષા ભૂલી જઈએ છીએ, ત્યારે આપણે આપણા મૂળ સાથેનો સંપર્ક પણ ગુમાવી દઈએ છીએ.”

સંઘ પ્રમુખે યુવા પેઢીને અપીલ કરી હતી કે તેઓ વ્યવહારમાં અને રોજિંદા જીવનમાં પોતાની માતૃભાષાનો મહત્તમ ઉપયોગ કરે. તેમણે ઉમેર્યું હતું કે શિક્ષણ અને વહીવટમાં ભારતીય ભાષાઓને પ્રાધાન્ય મળવું જોઈએ. ભાગવતજીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે નવી શિક્ષણ નીતિમાં પણ પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત સાહિત્યકારો અને બુદ્ધિજીવીઓને સંબોધતા તેમણે કહ્યું કે, સાહિત્ય જ સમાજને દિશા આપવાનું કામ કરે છે, તેથી ભારતીય ભાષાઓમાં ઉત્તમ સાહિત્યનું સર્જન થવું અત્યંત આવશ્યક છે

Related posts

વોટ્સએપના સર્વર હેક થયાની ભીતિ

Ahmedabad Samay

ભારત-ઓસી. વન-ડે, ટી૨૦ની તમામ ટિકિટનું કોરોનાના ભય છતાં ૩૦ મિનિટની અંદર ટિકિટોનું વેચાણ

Ahmedabad Samay

હવે ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદ હવે ધારાશિવ તરીકે ઓળખાશે

Ahmedabad Samay

પાકિસ્‍તાને દિલ્‍હી પર ફતહ ૨ મિસાઇલથી હુમલો કર્યો. પરંતુ તે દિલ્‍હી પહોંચે તે પહેલાં જ ભારતે પાકિસ્‍તાનની ફતહ ૨ મિસાઇલને તોડી પાડી.

Ahmedabad Samay

પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપ માટે જંગી વિજય

Ahmedabad Samay

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની સહમતિ સધાયાના થોડા જ કલાકોમાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો