તૌકતે વાવાઝોડું આજે રાત્રે ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડમાં તૌકતે પરિવર્તિત થઈ જશે. ગોવાના પણજીથી 250 કિમી દરિયામાં વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડામાં પરિવર્તન વખતે પવનની ઝડપ ૧૦૦ કિમી પ્રતિ કલાક રહેશે. જે બાદ તૌકતે વાવાઝોડું 16 મેથી પણજીથી રત્નાગીરી તરફ દરિયામાં આગળ વધશે. અને રત્નાગીરીથી ૨૫૦ કિમી દૂરના અંતરે સમુદ્રમાં વાવાઝોડુ માર્ગ બદલશે.
* તૌકતે વાવાઝોડું રત્નાગીરીથી ઉત્તર-પશ્વિમ તરફી માર્ગ બદલશે.
* 18મેના સવારે સોમનાથથી 260 કિમી દૂર દરિયામાં તીવ્ર બનશે
* વાવાઝોડુ 18 કે 19 મેથી સૌરાષ્ટ્રના ભાગમા હીટ થવાની સંભાવના
* 18એ રાત્રે પોરબંદરથી દ્વારકાની વચ્ચે વાવાઝોડું હીટ થઈ શકે
* વાવાઝોડુ પશ્વિમ તરફ આગળ વધશે તો નલિયામાં હીટ થવાની સંભાવના
* વાવાઝોડા વખતે પવન 100થી 120 કિમી પ્રતિ કલાક હશે
* 18 મે અને 19મે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થશે
* ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, કચ્છમાં ભારે વરસાદ થશે
* અમરેલી, જૂનાગઢ, જામનગર, ભાવનગરમાં પણ વરસાદ થશે
* ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના
*સૌરાષ્ટ્રના દરિયા કિનારે 15 ફૂટ સુધી મોજા ઉછળી શકે