September 21, 2026
દેશરાજકારણ

નવાદાથી જેડીયૂ ધારાસભ્ય વિભા દેવી શપથ પત્ર વાંચી શક્યા નહિ, શું હવે આવા નેતા ચલાવશે દેશ ?

બિહારમાં નીતિશ સરકારના ગઠન બાદ સોમવાર ૧૮મી વિધાનસભાનું પ્રથમ સત્ર આયોજન થયું. જ્યાં કેટલાય નવા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા. જ્યારે જેડીયૂ ધારાસભ્ય વિભા દેવીના શપથ લેવાનો વારો આવ્યો તો આ નજારો જોવા જેવો હતો.

નવાદાથી જેડીયૂ ધારાસભ્ય વિભા દેવી શપથ પત્ર વાંચી શક્યા નહોતા. આ ઘટનાએ નેતાઓની ક્ષમતા, જનતાની પસંદગી અને લોકતાંત્રિક મૂલ્યો પર ગંભીર સવાલ ઊભો કરી દીધો છે.

બિહાર વિધાનસભા તરફથી જાહેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે વિભા દેવી શપથ પત્ર પણ વાંચી શકતા નથી. તેઓ વારંવાર અટકી અટકીને વાંચે છે. માંડ માંડ અમુક શબ્દો વાંચી શકે છે. એટલે કે તૂટેલા ફૂટેલા શબ્દોમાં શપથ પત્ર વાંચતા દેખાઈ રહ્યા છે. એટલું જ જ્યારે તેઓ વચ્ચે ફસાયા તો તેમની બાજુમાં બેઠેલા ધારાસભ્ય મનોરમા દેવીએ વાંચીને તેમની મદદ કરી હતી.

વિભા દેવીનું રાજકારણ કોઈ વિચારધારા, સામાજિક કામ કે લોકતાંત્રિક સંઘર્ષમાંથી નથી આવ્યા, પણ તેમના પતિ અને બાહુબલિ છબિ ધરાવતા રાજવલ્લભ યાદવના પ્રભાવથી આવ્યા છે. ગંભીર કેસોમાં જેલમાં જઈ ચૂકેલા રાજવલ્લભ યાદવની રાજનીતિક પકડએ તેમને ટિકિટ અપાવી અને વિધાનસભા સુધી પહોંચાડ્યા.

આ જ વ્યવસ્થા આજે ભારતીય રાજનીતિને નબળી પાડી રહી છે, જ્યાં સિદ્ધાંત, શિક્ષણ અને ક્ષમતાની જગ્યાએ વંશવાદ, જાતિ સમીકરણ અને ધનબળ નક્કી કરે છે કે કોણ તમારા ધારાસભ્ય બનશે.શુ હવે આવા લોકો દેશ ચલાવશે ??

જ્યારે કોઈ નેતા યોગ્ય રીતે વાંચી પણ નથી શકતા, તો સીધેસીધું લોકતંત્ર પર મોટો સવાલ છે. તેનાથી ખબર પડે છે કે જનતાનો વોટ કયા આધાર પર પડી રહ્યા છે. જ્યારે સમાજ શિક્ષણ અથવા નીતિની જગ્યાએ જાત-પાત, પ્રેશર અથવા ભયને પ્રાથમિકતા આપે, તો વિધાનસભામાં આવી ઘટનાઓ આવતી જ રહેશે.

Related posts

ઈસુદાન ગઢવીનો સૌરાષ્ટ્રમાં પૂરજોશમાં પ્રચાર-પ્રસાર

Ahmedabad Samay

અયોધ્‍યામાં શ્રી ભગવાનની મૂર્તિ માટે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવની તડામાર તૈયારી ચાલુ

Ahmedabad Samay

જો રાહુલ માફી નહીં માંગે તો તેમની સામે સસ્‍પેન્‍શનની કાર્યવાહી કરવામાં આવશે

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં મોટી ખામી

Ahmedabad Samay

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સતાનું સિંહાસન ભાજપે સંભાળ્‍યું

Ahmedabad Samay

ભરૂચ પોલીસના જવાનોને રૂપીયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે: પ્રદીપસિંહ જાડેજા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો