રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે અમે એ અનુમાન નથી લગાવી શકતા કે વાયરસ કેવી રીતે વર્તશે. પરંતુ એવું લાગે છે કે આવનારા મહિનામાં વાયરસ એટલો નાટકિય રીતે નહીં બદલાય. તેમણે કહ્યું કે સીરો સર્વે અનુસાર જનસંખ્યામાં એન્ટીબોડી પુરતા પ્રમાણમાં છે.
જો કે ગુલેરિયાએ એમ પણ કહ્યું કે કેટલાક મહિના સુધી આપણી વસ્તીના મોટાભાગનું રસીકરણ ન થઈ જાય ત્યાં સુધી ભીડ અને કારણ વગર લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. જેથી ત્રીજી લહેરને રોકી શકીએ છીએ