August 9, 2026
પતંગ
ગુજરાત

આ વર્ષે મકરસંક્રાન્‍તિ પહેલાં કાચા માલના ભાવમાં વધારો થવાથી પતંગના ભાવમાં ૪૦ ટકાનો વધારો થયો

મકરસંક્રાન્‍તિ પહેલાં કાચા માલના ભાવમાં વધારો થવાથી પતંગના ભાવમાં ૪૦ ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે જે પતંગ પાંચ રૂપિયાની હતી એનો ભાવ આ વર્ષે વધીને ૭ રૂપિયા થઈ ગયો છે. છત્રપતિ સંભાજીનગરના બુડી લેન વિસ્‍તારનો રાજપૂત પરિવાર ૬૦ વર્ષથી વધુ સમયથી પતંગ બનાવવાનો વ્‍યવસાય કરે છે. તેઓ મહારાષ્ટ્ર અને પાડોશી રાજ્‍યોમાં પતંગ સપ્‍લાય કરે છે.

ભાવવધારા વિશે બોલતાં પતંગ-ઉત્‍પાદક અનિલ રાજપૂતે જણાવ્‍યું હતું કે ‘ગયા વર્ષની સરખામણીમાં કાચા માલના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ગયા વર્ષે કાગળના રિમની કિંમત ૯૦૦ રૂપિયા હતી જે આ વર્ષે વધીને ૧૧૦૦ રૂપિયા થઈ ગઈ છે. પહેલાં ૧૦૦૦ વાંસની લાકડીઓના બંડલની કિંમત ૧૦૫૦ રૂપિયા હતી, પરંતુ કિંમત બમણી થઈને લગભગ ૨૦૦૦ રૂપિયા થઈ ગઈ છે. ઉત્‍પાદનખર્ચમાં વધારાથી પતંગના ભાવ પર સીધી અસર પડી છે. ગયા વર્ષે પતંગનો લઘુતમ ભાવ પાંચ રૂપિયા હતો જે આ વર્ષે વધીને ૭ રૂપિયા થઈ ગયો છે.’

પતંગ બનાવવાનો વ્‍યવસાય રાજપૂત પરિવારના પૂર્વજોએ શરૂ કર્યો હતો અને એ આખા વર્ષ દરમ્‍યાન ચાલુ રહે છે. ઑગસ્‍ટ-સપ્‍ટેમ્‍બરમાં ગણેશ ઉત્‍સવ પછી આ વ્‍યવસાયની પીક સીઝન શરૂ થાય છે. આ પરિવાર જે પતંગ બનાવે છે એને તેલંગણના નિઝામાબાદ, મહારાષ્ટ્રનાં નાંદેડ, વૈજાપુર અને યેવલા જેવાં સ્‍થળોએ સપ્‍લાય કરવામાં આવે છે. પરંપરાગત કૌટુંબિક વ્‍યવસાયના ભવિષ્‍ય વિશે પણ ચિતા વ્‍યક્‍ત કરીને અનિલ રાજપૂતે જણાવ્‍યું હતું કે ‘પતંગ બનાવવા માટે ભારે શારીરિક શ્રમ પડે છે. અમારી યુવા પેઢીને આ કામ ચાલુ રાખવામાં રસ નથી. આ ઉંમરે અમે વ્‍યવસાય બદલી શકતા નથી એટલે અમે અમારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ વ્‍યવસાય ચાલુ રાખીએ છીએ.’

આ પરિવાર ઘણા કલાકો સુધી કામ કરે છે. ઘણી વાર સવારે ૯ વાગ્‍યાથી કામ શરૂ થાય છે અને રાતના બે વાગ્‍યા સુધી ચાલુ રહે છે. અનિલ રાજપૂતે કહ્યું હતું કે મારી પત્‍ની પહેલાં લકવાગ્રસ્‍ત થઈ ગઈ હતી, પરંતુ જેમ-જેમ તે સ્‍વસ્‍થ થઈ રહી છે તેમ-તેમ તેણે પણ અમને કામમાં મદદ કરવાનું શરૂ કર્યું છે.

Related posts

આગામી કલાકોમાં રાજ્યમાં અમદાવાદ, વડોદરા સહિતના 28 જિલ્લાઓમાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. જાણો ૩૧ તારીખ સુધી ક્યાં ક્યાં થશે અતિભારે વરસાદ

Ahmedabad Samay

પાલીતાણા, સાળંગપુર  સોમનાથ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, વડનગર, નડાબેટ અને નાથદ્વારા જેવા ધાર્મિક સ્થળ માટે ચાર્ટડ ફ્લાઇટ શરૂ કરાઇ

Ahmedabad Samay

તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ રહી છે, ચા નાસ્તા અને જમવાની સેવા પુરી પાડવામાં આવે છે

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા તૃતીય વાર્ષિક સ્નેહમિલન અને વિધાર્થી સન્માન કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

દારૂની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા કોઈ પણ વાહનને જપ્ત કરી હરાજી કરાશે

Ahmedabad Samay

સવારથી લોકો ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન જોવા મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો