November 6, 2026
શેર બજાર
દેશ

મંગળવારના રોજ જ્યારે શેર બજાર ખુલશે ત્યારે આ કંપનીઓના શેરના ભાવમાં મોટી હિલચાલ જોવા મળી શકશે

આજે શેરબજાર બંધ થયા બાદ ઘણી મોટી કંપનીઓએ એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો અને બિઝનેસ અપડેટ્સ જાહેર કર્યા છે. ૨૩ ડિસેમ્બર, મંગળવારના રોજ જ્યારે બજાર ખુલશે ત્યારે આ કંપનીઓના શેરના ભાવમાં મોટી હિલચાલ જોવા મળી શકે છે. રોકાણકારો માટે આ સ્ટોક્સ પર નજર રાખવી ફાયદાકારક સાબિત થઈ શકે છે.

અદાણી એનર્જી સોલ્યુશન્સે જાહેરાત કરી છે કે તેની પેટાકંપનીએ ‘ATSOL ગ્લોબલ IFSC લિમિટેડ’ નામની નવી કંપનીની રચના કરી છે. સોમવારે કંપનીનો શેર ૨.૧૮% વધીને રૂ. ૧,૦૦૯.૮૦ પર બંધ થયો હતો. બીજી તરફ, Paytm એ પણ વિદેશી માર્ગો ખોલતા ઇન્ડોનેશિયા અને લક્ઝમબર્ગમાં બે નવી પેટાકંપનીઓ સ્થાપવાની મંજૂરી આપી દીધી છે, જે તેના આંતરરાષ્ટ્રીય બિઝનેસને વેગ આપશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી સેક્ટરમાં પણ તેજીના સંકેતો છે. સાત્વિક ગ્રીન એનર્જીને રૂ. ૪૮૬ કરોડનો સોલર મોડ્યુલ્સ સપ્લાય કરવાનો મોટો ઓર્ડર મળ્યો છે. ઉપરાંત, GPT ઇન્ફ્રા રાજસ્થાનના જોધપુરમાં રૂ. ૬૭૦ કરોડના એલિવેટેડ રોડ પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવનાર (L-1) કંપની તરીકે ઉભરી આવી છે. આ સમાચાર કંપનીના શેર માટે પોઝિટિવ સાબિત થઈ શકે છે.

એગ્રી-કેમિકલ ક્ષેત્રની દિગ્ગજ કંપની UPL એ વિયેતનામની હાઈબ્રિડ સીડ્સ કંપનીમાં હિસ્સો ખરીદવાનો નિર્ણય લીધો છે. દરમિયાન, મેન ઇન્ડસ્ટ્રીઝે સ્પષ્ટતા કરી છે કે આવકવેરા વિભાગની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તેનાથી બિઝનેસ પર કોઈ નકારાત્મક અસર પડી નથી. જોકે, સુપ્રીમ પેટ્રોકેમના રોકાણકારો માટે સાવચેતીના સમાચાર છે, કારણ કે મહારાષ્ટ્રના તેમના પ્લાન્ટમાં ટેકનિકલ ખામીને કારણે કામગીરી અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી છે.

Related posts

ટૂંક સમયમાં ડીએનએ આધારિત વેક્સિન બનાવનાર દુનિયાનો પહેલો દેશ બની શકે છે.

Ahmedabad Samay

રણદીપ હુંડા દેખાશે વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં

Ahmedabad Samay

નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (જેવર એરપોર્ટ) ને DGCA ની મંજૂરી

Ahmedabad Samay

બજેટ ની ખાસ વાતો

Ahmedabad Samay

પરિવહન અને એર કન્ડિશનમાં કોરોના થવાની ૩૦૦ ગણા સંભાવના:જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી

Ahmedabad Samay

બ્લેક ફંગસને લઇ મહત્વની વાતો જણાવી એઈમ્સના ગુલેરીયાએ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો