August 25, 2026
Cong
ગુજરાતરાજકારણ

અમદાવાદને કોંગ્રેસનું કમિટમેન્ટ હેઠળ 15 મુદ્દાઓ સાથેનો મેનિફેસ્ટો જાહેર કર્યા

અમદાવાદને કોંગ્રેસનું કમિટમેન્ટ હેઠળ 15 મુદ્દાઓ સાથેનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. અમદાવાદ શહેરના પ્રાણપ્રશ્નોનો મેનીફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ વોર્ડમાં તિરંગા અર્બન હેલ્થ સેન્ટર બનાવી તમામ ટેસ્ટ વિનામૂલ્યે આપવાનું વચન આપવામાં આવ્યું છે. સાબરમતી નદીને શુદ્ધ કરવાનું વચન અપાયું છે. દેશના સૌથી ઓછા ટોપ 5 aqi સુધી પહોંચાડીશુ. પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજને 18 ટકાથી ઘટાડી 5 ટકા કરાશે. સ્વચ્છ જળ, ખાડા વગરના રસ્તા આપવાનો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો છે. દરેક વોર્ડમાં ધોરણ 12 સુધીનું શિક્ષણ આપતી માધ્યમિક શાળાઓ શરૂ કરવાનું પણ વચન છે. પહેલા ઘરનું ઘર પછી જ ડીમોલેશન કરવાનું વચન અપાયું છે. રસ્તાની ગુણવતા ચકાસવા જનતા ઓડિટ કમિટી બનાવશે. કોર્પોરેશનમાં ખાલી પડેલી 11687 નોકરીઓમાં કાયમી ભરતીનું વચન આપવામાં આવ્યું છે. વૈશ્વિક ગેમ માટે સુભાષચન્દ્ર બોઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવશે

Related posts

ચૂંટણી પંચે ગાંધીનગરમાં યોજાનાર ચૂંટણી મોકુફ રાખવા નિર્ણય લીધો

Ahmedabad Samay

રિંકુ શર્માને ન્યાય અપાવવા માટે દેશ વ્યાપી આંદોલન કરવું જોઈએ: આર.પી.સિંહ બઘેલ(ARHS)

Ahmedabad Samay

સરકારને નવો કલેવર આપવા તથા નવા ચહેરાઓ અને યુવાવર્ગને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો

Ahmedabad Samay

GIFT સિટીમાં  ‘GIFT NIFTY’  ના આગમનને કારણે ગુજરાતની આંતરરાષ્ટ્રીય સ્‍તરે ચર્ચા

Ahmedabad Samay

AIMIM મોડાસા નગરપાલિકામાં હવે વિપક્ષની ભૂમિકા નીભાવશે,મોડાસા નગરપાલિકામાં AIMIMની એન્ટ્રી

Ahmedabad Samay

આ વર્ષે મકરસંક્રાન્‍તિ પહેલાં કાચા માલના ભાવમાં વધારો થવાથી પતંગના ભાવમાં ૪૦ ટકાનો વધારો થયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો