September 21, 2026
અપરાધગુજરાત

સુરતના સચીનમાં ત્રણ અલગ-અલગ નંબર પ્લેટ સાથે ક્રેટા કારમાં દારૂની હેરાફેરી કરતો બુટલેગરની પીસીબીએ ધરપકડ કરી

સુરતના સચીનમાં ત્રણ અલગ-અલગ નંબર પ્લેટ સાથે ક્રેટા કારમાં દારૂની હેરાફેરી કરતો બુટલેગર પીસીબીએ પકડયો , પોલીસે 6 લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો સુરત શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) એ સચીન વિસ્તારમાં ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને દારૂની હેરાફેરી કરતા એક રાજસ્થાની શખ્સને ઝડપી પાડ્યો છે.

પોલીસને થાપ આપવા માટે આરોપી એક જ લક્ઝરી ગાડીમાં ચાર અલગ-અલગ નંબર પ્લેટોનો ઉપયોગ કરતો હોવાની ચોંકાવનારી વિગત તપાસમાં સામે આવી છે. દારૂની હેરાફેરીમાં લક્ઝરી હ્યુન્ડાઇ ક્રેટા ગાડીનો ઉપયોગ બુટલેગરો સામાન્ય રીતે જૂની કે સસ્તી ગાડીઓનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ કિસ્સામાં લક્ઝરી હ્યુન્ડાઇ ક્રેટા ગાડીનો ઉપયોગ થયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, ગાડીનો સાચો નંબર GJ27-AP-2296 હતો. દરોડા સમયે ગાડી પર GJ21-BC-3070 નંબરની પ્લેટ હતી, જ્યારે ગાડીની અંદરથી અન્ય બે પ્લેટો (GJ05-JR-7924 અને GJ15-CD-9755) પણ મળી આવી હતી. હાઈવે પરના CCTV કેમેરા અને વિવિધ જિલ્લાના પોલીસ ચેકિંગથી બચવા માટે આરોપી સમયાંતરે રસ્તામાં જ નંબર પ્લેટ બદલી નાખતો હતો.

6 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ PCBની ટીમે વક્તાણા નહેર પાસે વોચ ગોઠવીને બાતમી મુજબની સફેદ ક્રેટા ગાડીને ઘેરી લીધી હતી. આ કાર્યવાહીમાં ઓમપ્રકાશ કનૈયાલાલ લખારા (ઉ.વ. 39), રહે. રાંદેર (મૂળ રાજસ્થાન), ની ધરપકડ કરવામાં આવી છે. ₹1.13 લાખનો દારૂ (402 બાટલી), ₹5 લાખની ક્રેટા ગાડી અને મોબાઈલ સહિત કુલ ₹6,23,880 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દમણથી સુરતનું દારૂ કનેક્શન પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો દમણના દેવકા બીચ પાસે રહેતા જ્યોતિ નામના શખ્સે મોકલ્યો હતો, જે સુરતના વેસુ વિસ્તારના ચિંતન ઉર્ફે ચિન્ટુ ને પહોંચાડવાનો હતો. પોલીસે હાલ આ બંને મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કર્યા છે.

પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ અગાઉ આ મોડસ ઓપરેન્ડી (M.O.) સાથે કેટલી વાર દારૂ સુરતમાં ઘુસાડવામાં આવ્યો છે. સચીન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

પેટ્રોલ-ડીઝલના સતત ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન.

Ahmedabad Samay

અમદાવાદ-બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસમાં આજે સુનાવણી

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં ફરી કોરોના મહામારીનો પગ પસેરો! એક જ દિવસમાં ત્રણ સંક્રમિત દર્દીનાં મોત, જાણો રાજ્યમાં કેવી છે સ્થિતિ?

admin

રાજ્યમાં દારૂ પીવામાં છૂટછાટ આપવામાં આવી છે. ચાલો જાણીએ કે, આ છૂટ કોને અને કેવી રીતે મળે છે.

Ahmedabad Samay

યુ ટ્યુબ અને જી-મેઈલમાં લોગીન કરવાની સેવામાં આવી ખામી

Ahmedabad Samay

121મા સ્થાપના દિવસે બેંક ઓફ ઈન્ડિયાની 98મી શાખાનો પ્રારંભ ગોદરેજ ગાર્ડન સિટી રોડ ખાતે નવી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન, ગ્રાહકોને મળશે વધુ સુલભ બેંકિંગ સેવાઓ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો