માનહાનિ કેસમાં તેજસ્વી યાદવ સામે આજે અમદાવાદ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પૂછપરછ અને સાક્ષીઓના નિવેદનો નોંધ્યા બાદ કોર્ટમાં સમન્સની સુનાવણી થાય તેવી શક્યતા છે. જો કે, સમન્સ પાઠવવમાં આવે છે તો તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી શકે છે.
અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. માનહાનિના આ કેસમાં કોર્ટની વાની ધારણા છે. તેજસ્વી યાદવે અગાઉ ગુજરાતીઓ ઠગ છે તેવું નિવેદન આપ્યું હતું. બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે આ મામલે અમદાવાદના બિઝનેસમેને માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેજસ્વી યાદવ પર માનહાનિના કેસમાં ગુજરાતીઓનું અપમાન કરવાનો આરોપ છે.
ગુજરાતમાં માનહાનિના કેસનો સામનો કરી રહેલા બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના કેસમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. અગાઉ પ્રથમ સુનાવણી 1 મેના રોજ થઈ હતી. જે બાદ 8 મે, 19 મે અને ફરીથી 28 જૂન પછી 6 જુલાઈના રોજ છેલ્લી સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં આજની સુનાવણીમાં ફરિયાદી વતી બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને બોલાવવાની માંગ કરવામાં આવી શકે છે. આ કેસમાં અત્યાર સુધીમાં લગભગ 15 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. ફરિયાદીએ તેજસ્વી યાદવ વિરુદ્ધ તેમના નિવેદનના આધારે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તે નિવેદનની સીડી અને અસલ હોવાનું પ્રમાણપત્ર કોર્ટને સોંપવામાં આવ્યું છે.