September 21, 2026
ગુજરાત

લાંબા રૂટની બસોમાં ઉપલબ્‍ધ ઓનલાઈન બુકિગની સુવિધા હવે પસંદગીની લોકલ બસ સેવાઓમાં પણ શરૂ કરવામાં આવી

ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોને વધુ સરળ અને સુવિધાજનક સેવા આપવા માટે એક મહત્‍વપૂર્ણ પગલું ભરવામાં આવ્‍યું છે. એક્‍સપ્રેસ અને લાંબા રૂટની બસોમાં ઉપલબ્‍ધ ઓનલાઈન બુકિગની સુવિધા હવે પસંદગીની લોકલ બસ સેવાઓમાં પણ શરૂ કરવામાં આવી છે, જેના કારણે હજારો મુસાફરોને મોટી રાહત મળશે.

નવી વ્‍યવસ્‍થા હેઠળ ૧૦૦ કિલોમીટરથી વધુ અંતર કાપતી પસંદગીની લોકલ બસોની ૨,૫૦૦થી વધુ ટ્રિપ્‍સ માટે ઓનલાઈન બેઠક આરક્ષણની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી છે. આ પહેલનો મુખ્‍ય હેતુ મુસાફરોને બસ સ્‍ટેશન પર લાંબી કતારમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્‍તિ આપવાનો અને મુસાફરીને વધુ સરળ બનાવવાનો છે.

હવે મુસાફરો GSRTCની અધિકૃત મોબાઇલ એપ્‍લિકેશન અથવા GSRTCની વેબસાઇટ http://gsrtc.in દ્વારા ઘર બેઠા જ પોતાની પસંદગીની બસમાં બેઠક બુક કરી શકશે. ઓનલાઈન બુકિગથી મુસાફરોને સમયની બચત થશે, સાથે જ મુસાફરી પહેલાં જ બેઠક નિヘતિ થઈ જવાથી અનિヘતિતા પણ દૂર થશે.

ખાસ કરીને રોજિદા મુસાફરી કરતા લોકો, વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ અને અન્‍ય મુસાફરો માટે આ સેવા ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ડિજિટલ સેવાઓના વધતા ઉપયોગ વચ્‍ચે GSRTC દ્વારા કરવામાં આવેલી આ પહેલ જાહેર પરિવહન વ્‍યવસ્‍થાને વધુ આધુનિક અને મુસાફરકેન્‍દ્રિત બનાવવાના પ્રયાસનો એક મહત્‍વપૂર્ણ ભાગ માનવામાં આવી રહી છે. આ સુવિધાના અમલથી રાજ્‍યભરના મુસાફરોને વધુ સગવડભરી અને આયોજનબદ્ધ મુસાફરીનો અનુભવ મળશે.

ભવિષ્‍યમાં વધુ રૂટ અને બસ સેવાઓને પણ ઓનલાઈન બુકિગ સિસ્‍ટમ સાથે જોડવામાં આવે તેવી શક્‍યતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે

Related posts

ઠક્કરબાપાનગર વિસ્તારમાં જનતાના કામ જોર શોરમાં

Ahmedabad Samay

નેતાજી બલરામ થાવાણીની દાદાગીરી ફરી આવી સામે,VI કર્મચારી ને કામ કરવાથી રોકવામાં આવ્યું

Ahmedabad Samay

શક્તિસિંહે ડુંગળીની નિકાસ પર લાદેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી

Ahmedabad Samay

નરોડામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભ્યાન શરૂ

Ahmedabad Samay

ઓગસ્ટ મહિનામાં અમદાવાદમાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ અત્યાર સુધી 24.40 ઈંચ વરસાદ નોંધાયો

Ahmedabad Samay

વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રિત નહી કરવા બદલ વિક્રમ ઠાકોર લડી લેવાના મૂડમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો