આજ રોજ નરોડા વિસ્તારમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભ્યાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત કાર્યલય પર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા .
શુભારંભ નિમિતે નરોડા વોર્ડના એમ.એલ.એ શ્રી બલરામ થવાણી, કુબેરનગર ના કોર્પોરેટર શ્રી ગિરિવરસિંહ શેખાવત, ભારત વિકાસ પરિષદ નરોડા શાખાના પ્રમુખ શ્રી ડો. હસમુખભાઈ પ્રજાપતિ અને સામાજીક સદભાવ ના પ્રમુખ શ્રી રઘુનાથ સવસાનીજી ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને સંબોધતા જણાવ્યું હતું કે શ્રી રામજી નું ભવ્ય મંદિર નિર્માણ કરવાનું કામ શરૂ થઇ ચૂક્યું ચુ અને તેમાં દેશના દરેકએ દરેક નાગરિક નો મંદિર બનવવામાં ફાળો રહે અને જ્યારે પણ મંદિરે દર્શને જાય ત્યારે ગર્વ થી એવો અહેસાસ થવો જોઈએ કે આ મંદિરના નિર્માણમાં મારો પણ ફાળો રહેલો છે
આજના કાર્ય ક્રમમાં નરોડા વિધાનસભા ના એમ.એલ.એ શ્રી બલરામ થવાણી એ એક લાખ અગિયાર હજારનું દાન કર્યું હતું.વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન રહેલું છે કે આ મંદિરના નિર્માણ માં દેશમાં એક એક ઘરનો એક એક જણ નો ભાગ રહેલો હોવો જોઈએ માટે આજે મે પણ યોગદાન આપ્યું છે અને આપ શ્રી થી પણ અપીલ છે કે આ મંદિરના ભવ્ય નિર્માણમાં સહયોગ અને સાથ સહકાર આપશો,
ગિરિવરસિંહ શેખાવત એ જણાવ્યું હતું કે આ મંદિર માં જ્યારે પણ આપણા બાદ આપણી પીડી મંદિરના દર્શને જાય ત્યારે તેમને એવું લાગતું જોઈએ કે મારા પૂર્વજોનું પણ આ મંદિરના નિર્માણમાં યોગદાન રહેલું છે માટે જ્યારે પણ રામ ભક્ત આપના ત્યાં આવે ત્યારે આપણી યથા શક્તિ અને ભક્તિ પ્રમાણે દાન આપજો.