July 7, 2026
દેશ

PM નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસ દરમિયાન બંને રાજ્યોને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની અભૂતપૂર્વ ભેટ આપી

જોધપુરમાં અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલ અને ઉડાન યોજનાનો શુભારંભ,પ્રધાનમંત્રીએ પોતાના પ્રવાસની શરૂઆત જોધપુરથી કરી હતી, જ્યાં તેમણે રૂપિયા ૪૮૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ જોધપુર એરપોર્ટના અત્યાધુનિક નવા ટર્મિનલનું લોકાર્પણ કર્યું હતું. ૨૩,૦૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું આ ટર્મિનલ વાર્ષિક ૨૦ લાખ મુસાફરોની ક્ષમતા ધરાવે છે. રાજસ્થાની સ્થાપત્યકળા અને આધુનિક સુવિધાઓના સમન્વયથી બનેલું આ ટર્મિનલ પ્રવાસન અને વેપારને મોટો વેગ આપશે. આ સાથે જ પ્રધાનમંત્રીએ દેશના સામાન્ય નાગરિકો માટે સુધારેલી ‘ઉડાન’ (UDAN) યોજનાનો પણ સત્તાવાર શુભારંભ કરાવ્યો હતો.

PM નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસ દરમિયાન બંને રાજ્યોને કરોડો રૂપિયાના વિકાસકાર્યોની અભૂતપૂર્વ ભેટ આપી છે. પ્રધાનમંત્રીએ જોધપુર અને બાલોતરા ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમોમાં દેશના પશ્ચિમી ક્ષેત્રના આર્થિક અને માળખાકીય વિકાસને નવી ગતિ આપતા રૂપિયા ૧.૦૬ લાખ કરોડથી વધુની કિંમતના અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરીને ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના વિઝનને સાકાર કરવાની દિશામાં મોટું ડગલું ભર્યું છે.

બાલોતરામાં દેશની પ્રથમ ગ્રીનફિલ્ડ રિફાઇનરી રાષ્ટ્રને સમર્પિત, ૫૪,૦૦૦ યુવાનોને રોજગારી:

બાલોતરાના પાંચપદ્રા ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ ભારતની પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી-કમ-પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. આ પ્રોજેક્ટ રાજસ્થાનના ઔદ્યોગિક વિકાસમાં એક સીમાચિહ્ન સાબિત થશે. રોજગારીના ક્ષેત્રે મોટી સિદ્ધિ મેળવતા તેમણે રાજસ્થાન સરકારના વિવિધ વિભાગોમાં નવનિયુક્ત ૫૪,૦૦૦ યુવાનોને પ્રતીકરૂપે નિમણૂક પત્રો પણ એનાયત કર્યા હતા.

 

જયપુર મેટ્રો ફેઝ-૨ નો શિલાન્યાસ અને રેલવે-રોડ પ્રોજેક્ટ્સની જાહેરાત:

રાજધાની જયપુર માટે પણ આજનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો, જેમાં પ્રધાનમંત્રીએ રૂપિયા ૧૩,૦૦૦ કરોડથી વધુના ખર્ચે બનનાર ‘જયપુર મેટ્રો ફેઝ-૨’ નો શિલાન્યાસ કર્યો હતો. આ ૪૧ કિલોમીટર લાંબો ઉત્તર-દક્ષિણ કોરિડોર શહેરના મુખ્ય રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોને મેટ્રો નેટવર્કથી જોડશે. આ ઉપરાંત અન્ય માળખાકીય પ્રોજેક્ટ્સમાં નીચે મુજબના મહત્વના કાર્યો લોન્ચ કરાયા છે:

ચુરુ-સાદુલપુર અને ચુરુ-રતનગઢ વચ્ચે ૧૦૪ કિલોમીટરના રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું,

ગુજરાતના સાણંદમાં વાર્ષિક પાંચ અબજ ચિપ્સ બનાવતા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન:

ગુજરાતના સાણંદ ખાતે તેમણે ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ લાવનાર ‘સીજી સેમી’ (CG Semi) ની સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટીનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. રૂપિયા ૭,૫૦૦ કરોડથી વધુના માતબર રોકાણ સાથે શરૂ થયેલ આ પ્લાન્ટ વાર્ષિક ૫ અબજ ચિપ્સ બનાવવાની પ્રચંડ ક્ષમતા ધરાવે છે, જે ભારતના ટેકનોલોજી અને હાઇટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે આત્મનિર્ભર બનાવવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે.

Related posts

શુ તમે ગ્રીન ફ્યુઅલ વિશે સાંભળ્યું છે ? ભારત હવે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે ‘ગ્રીન ફ્યુઅલ’ તરફ એક મોટું ડગલું ભરી રહ્યું છે

Ahmedabad Samay

જમ્મુ એરપોર્ટ પર ડ્રોનથી હુમલ્લો કરાયો, પહેલી વાર કરાયું ડ્રોનથી હુમલો

Ahmedabad Samay

ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવી દેશને આપી દિવાળીની શાનદાર ભેટ

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાથી  હાલ ચારધામની યાત્રા મુલતવી કરી દેવામાં આવી

Ahmedabad Samay

કોમેડિયન ભારતીસિંહ અને પતિ હર્ષ ની NCB એ કરી ધરપકડ

Ahmedabad Samay

ભારતીય સેનાને ચીન વિરૂદ્ધ ગમે તેવી કડક કાર્યવાહી કરવા આપી છૂટ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો