October 6, 2026
ગુજરાત

અમદાવાદ GMDC ગ્રાઉન્ડ પર 6,500 વિદ્યાર્થીઓની ભવ્ય માનવ રંગોળી, ‘સેવાના રંગો, રાષ્ટ્રના સંગ’થી ગુંજ્યું અમદાવાદ

નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ‘સેવાના રંગો, રાષ્ટ્રના સંગ’ સંદેશ સાથે ભવ્ય માનવ રંગોળીનું આયોજન કરાયું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં શહેરની વિવિધ શાળા-કોલેજોના લગભગ સાડા છ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ કેસરિયો, પીળો, લાલ, જાંબલી, લીલો, વાદળી અને સફેદ એમ સાત રંગોના વસ્ત્રોમાં સજ્જ થઈને એકસાથે જોડાઈ ભારત દેશની વિશાળ માનવ આકૃતિ રચી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી માનવ રંગોળીનું નિરીક્ષણ કર્યું હતું અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, શિસ્ત અને સામૂહિક ભાવનાને બિરદાવી હતી અને ભાગ લેનાર પ્રતિનિધિઓને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા.

 

આ દરમિયાન મા અંબાના ગરબાની પ્રસ્તુતિ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. રંગોની સુંદર ગોઠવણી અને વિદ્યાર્થીઓના જોશથી સમગ્ર GMDC ગ્રાઉન્ડ રાષ્ટ્રભાવનાના રંગે રંગાઈ ગયું હતું.

આ કાર્યક્રમમાં શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા, હસમુખ પટેલ, ધારાસભ્યો અમિત ઠાકર, દિનેશસિંહ કુશવાહ, જીતુભાઈ પટેલ સહિત મહાનુભાવો, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શિક્ષકો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

જેલ સિપાઇ તાલીમ કેન્દ્રમાં ઉજવાયું વિશ્વ યોગ દિન

Ahmedabad Samay

અમદાવાદ: ભારે કરી…IPLની ફાઇનલ મેચ જોવા માટે લોકોએ કેબિનેટ મંત્રીને વારંવાર ફોન કર્યા, કહ્યું- મંત્રીજી ટિકિટનું કઈંક કરાવી આપો…!

Ahmedabad Samay

સ્માર્ટ સિટી ગાંધીનગરમાં રસ્તાપર ચાલતા લોકો માટે વિદેશ જેવી સુવિધા ઉપલબ્ધ કરાશે

Ahmedabad Samay

બાલવાટિકા બાળકો અને પરિવારો માટે લોકપ્રિય મનોરંજન સ્‍થળ હવે નવા રૂપમાં તૈયાર

Ahmedabad Samay

દાણીલીમડા વોર્ડમાં આજરોજ શ્રી નરહરિ અમીન ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

અમદાવાદમાં દારૂના વેચાણ કરવામાં વધુ એક વિસ્તારનો થયો ઉમેરો,અડ્ડાનું સ્થળ જોઈ મોટો હપ્તો હશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો