August 7, 2026
દેશ

પુલવામા જેવો મોટો હુમલો ટળ્યો, સેનાએ આંતકીઓ નો પુલવામા જેવો અટેક ને નાકામ કર્યો

જમ્મુ-કાશ્મીરનાં પુલવામા જિલ્લામાં ફરી એકવાર સુરક્ષાદળો પર કારમાં આઈઈડી ભરીને હુમલો કરવાની મોટું કાવતરું કરવામાં આવ્યુ હતુ, જે સેના દ્વારા નિષ્ફળ કરવામાં આવ્યું  છે. પુલવામાનાં આઈનગુંડ વિસ્તારમાં સુરક્ષા દળોએ સેન્ટ્રો કારમાં આઈઈડીને લઇને જઇ રહેલાને ઝડપી લીધા છે. જે વાહનમાં આ આઈઈડી મળી છે તે નંબર  પ્લેટ પર કઠુઆનો નંબર લખેલો છે.

જમ્મુ-કાશ્મીરમાં પુલવામા જેવા આતંકી હુમલાનાં કાવતરાને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે. અહીં પુલવામા  નજીક સેન્ટ્રો કારમાં આઈઈડી પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો, જેને સમયસર ઓળખી લેવામાં આવ્યો. બોમ્બ ડિસ્પોઝલની ટુકડીએ આ બોમ્બને સમયસર નિષ્ફળ  બનાવ્યો હતો. પુલવામા પોલીસ, સીઆરપીએફ અને આર્મીએ સાથે મળીને કાર્યવાહી કરતાં આ વાહનની ઓળખ કરી હતી અને તેમાં આઈઈડી હોવાનું શોધી કાઢ્યું હતું.  ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલની ટુકડી બોલાવવામાં આવી અને આખરે આ આઈઈડી બ્લાસ્ટને ટાળી દેવામાં આવ્યો.સેના દ્વારા પુલવામાં ૨.૦ ને નિષ્ફળ કરવામાં મોટી સફળતા મળી છે.

Related posts

યુપીના મુખ્ય મંત્રી યોગી અદિત્યનાથનો ડંકો અમેરિકામાં વાગ્યો, અમેરિકામાં યોગી મોડલ ચર્ચામાં

Ahmedabad Samay

કર્ણાટક મ્યુ. કોર્પો. ચૂંટણીમાં કોંગ્રેસની જીત, ભાજપનો કારમો હાર

Ahmedabad Samay

ચૂંટણીની જાહેર થયા બાદ પહેલીવાર પીએમ મોદી બંગાળમાં રેલી કરી મિથુન ચક્રવર્તી  મંચ પર જ ભાજપમાં જોડાઈ જતા રાજનીતિક ગરમાવો વધ્યો

Ahmedabad Samay

એશિયા કપ હોકીની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોરિયાને ભારતે ૪-૧થી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું છે.

Ahmedabad Samay

ફરીદાબાદ આતંકવાદી મોડ્‍યુલમાં સામેલ એક કટ્ટરપંથી મહિલા ડો. શાહીન શાહિદ છેલ્‍લા બે વર્ષથી વિસ્‍ફોટકો એકત્રિત કરી રહી હતી

Ahmedabad Samay

સૂર્યકુમાર યાદવે આસામના પૂર પીડિતોના સમર્થનમાં એક અત્યંત ભાવુક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો