September 22, 2026
ગુજરાતદેશ

દેશના૧૩ રાજ્ય પૂરતું જ રહેશે લોકડાઉન ૫.૦

લોકડાઉન ૪.૦  રવિવારે સમાપ્ત થઈ રહ્યુ હોવાથી કેન્દ્ર સરકારે લોકડાઉન ૫.૦ની તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ સંબંધમાં તમામ મુખ્યમંત્રીઓ ક સાથે ફોન ઉપર વાતચીત કરી છે અને ૩૧મી પછી લોકડાઉન વધારવા પર તેમના વિચારો જાણ્યા હતા.  કેબીનેટ સચિવ રાજીવ ગૌબાએ રાજ્યોના  મુખ્ય સચિવો  અને સ્વાસ્થ્ય સચિવો સાથે વાત કરી હતી. જેમા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ૧૩ શહેરોના કમિશ્નરો, કલેકટરો અને એસપીને સામેલ કરી સરકારે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે લોકડાઉન ૫.૦ દરમિયાન મુખ્ય ભાર હોટસ્પોટ વિસ્તારો પર રહેશે અને દેશના બાકી ભાગોમાં પહેલેથી વધુ છૂટછાટ અપાશે.

૩૧મી પછી મોટાભાગના રાજ્યો માત્ર કન્ટેન્મેન્ટ ઝોનમાં જ પ્રતિબંધો ઈચ્છે છે. જો કેન્દ્ર સરકાર મંજુરી આપે તો પછી રાજ્ય સરકારો પહેલા કરતા વધુ  બજારો ખોલવા, એક રાજ્યથી બીજા રાજ્ય સુધી પરિવહન સુવિધાને વધુ સુગમ બનાવવા, સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે ધાર્મિક સ્થળો ખોલવા જેવા ફેંસલા લઈ શકે  છે. અમુક રાજ્યો મહિનાની અંદર સ્કૂલો ફરીથી ખોલવા ઈચ્છે છે.

દેશના ૧૩ શહેરો સિવાય બાકીના હિસ્સા માટે પણ કેબીનેટ સચિવે એલર્ટ રહેવાના નિર્દેશો આપ્યા. જેમાં યુપી, બિહાર, પ.બંગાળ અને ઓડિસા છે, ૧૩ શહેરોમાં પુરેપુરી તાકાત લગાડી કોરોનાને નિયંત્રણમાં  લેવા પ્રયાસ કરશે. લોકડાઉન ૫.૦ ની ચાવી હવે આ ૧૩ શહેરો પાસે જ રહેશે. સમગ્ર ફોકસ એ ૧૩ શહેરોમાં લગાવાશે. શહેરોની અંદર જો વધુ ચેકીંગ થાય તો આવતા ૧૦ દિવસમાં સંક્રમણની સંખ્યા ૭૦ ટકા સુધી ઘટાડી શકાશે. ૧૩ શહેરો સિવાય બાકીના ભાગોમાં અમુક નિયંત્રણો રાખી કામકાજની છૂટછાટો આપી દેવાશે

Related posts

ખોખરાથી કરફ્યૂમાં ગાયો ઉઠાવી જનારા ૪ કસાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

Ahmedabad Samay

CM ભુપેન્દ્રભાઇ પટેલના હસ્થે આજ સાંજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ થશે

Ahmedabad Samay

બાપુનગર વ્‍હાઈટ હાઉસમાં પાસપોર્ટ કેન્‍દ્ર શરૂ થયું

Ahmedabad Samay

૧૭ સપ્ટેમ્બર શુક્રવારે આવી રહી છે પરીવર્તીની એકાદશી, શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા જાણો એકાદશીનું મહત્વ

Ahmedabad Samay

આજે ભારતીય બજારમાં તેની પહેલી કાર ‘ટેસ્લા મોડેલ વાય’ નું પહેલું યુનિટ ડિલિવરી કર્યું, મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક પ્રથમ કાર માલિક બન્યા

Ahmedabad Samay

એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ તલાટીઓ ગભરાઈ ગયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો