August 7, 2026
ગુજરાત

રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ સાથે મુલાકાત બાદ મહંત દિલીપદાસજીએ સરકાર તરફી નિવેદન આપતાં આશ્ચર્ય

શુ હવે મહંત પણ રાજનીતિ રમતા થઈ ગયા છે ?
કે પછી રાજનીતિક દબાવમાં આવી દિલીપદાસજી મહારાજ ઘભરાઈને  નારાજગી છોડી?
ગૃહરાજ્યમંત્રી ને મળ્યા બાદ એવું શું થયું કે દિલીપદાસજી એ પોતાની નારાજગી અને ગુસ્સો ભૂલવો પડ્યો.
દિલીપદાસજી મહારાજના આવા વલણ થી મીડિયા જગતમાં ચર્ચાનો વિષય.

 

રથયાત્રા ન યોજાતા નારાજ થયેલા મહંત દિલિપદાસજી આજે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે ની બેઠક બાદ ફેરવી તોળ્યું હતુ.મહંત દિલિપદાસજી એ કહ્યું કે સરકારે  તો બહુ મહેનત કરી હતી. સરકાર કે વ્યક્તિ સામે નારાજગી નથી.

ભગવાન જગન્નાથની ૧૪૩ મી રથયાત્રા કાઢવાની પરવાનગી હાઇર્કાેટે ન આપતાં રથયાત્રા  મંદિર  પરિસર માં અકિલા યોજાઇ હતી. રથયાત્રા ન યોજાતા મંદિર ના મહંત દિલિપદાસજી મહારાજ નારાજ થયા હતાં. અને અમારી જોડે રમત થઇ ગઇ છે.મેં ભરોસો રાખ્યો  હતો એ ખોટો પડ્યો તેવું કહ્યું હતું. આ વિવાદ માં વિ.હિ.પ ના પૂર્વ અધ્યક્ષ પ્રવિણ તોગડિયા એ પણ નિવેદન કરી કહ્યું હતું કે રથયાત્રા ન નિકળી  એ હિંન્દુઓ નું અપમાન છે.

નારાજ મહંત દિલિપદાસજી ને મનાવવા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચ્યાં હતાં અને મહંત દિલિપદાસજી સાથે બેઠક કરી હતી.  બેઠક માં ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ ર્કાેર્પારેશનના સ્ટેનડીંગ કમીટીના ચેરમેન અમુલ ભટ્ટ હાજર હતાં.

મહંત દિલિપદાસજી એ ગૃહરાજ્યમંત્રી  બાદ પત્રકારોને જણાવ્યું હતું કે સુપ્રિમ  ર્કાેર્ટે પુરી ની યાત્રા કાઢવા મંજુરી આપી હતી.સરકારે ગુજરાત હાઇર્કાેર્ટમાં   અમદાવાદ  માં રથયાત્રા નિકળે તે માટે એફીડેવીટ કરી હતી પરંતુ હાઇર્કાેર્ટે મોડીરાત્રે  મંજુરી આપી ન હતી. આ ચુકાદો વહેલો મળ્યો હોત તો સુપ્રિમ  માં જાત. રાજ્ય સરકારે સંપુર્ણ મદદ કરી છે મારી સરકાર કે વ્યક્તિ સામે નારાજગી નથી. સરકારે ખુબ મહેનત કરી હતી.

 

Related posts

નેક્સસ અમદાવાદ વન અને 8 પિન્સ દ્વારા ABCL-2023 અમદાવાદ બાઉલિંગ સોલો લિગ સફળતા પૂર્વક યોજાઈ

Ahmedabad Samay

નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઉદ્દઘાટન કરેલ ૧૭ એકરમાં પથરાયેલા આરોગ્ય વનની વિશેષતાઓ

Ahmedabad Samay

ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અને નિયંત્રણોમાં મોટા ફેરફાર.

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા હૃદયરોગની તપાસ માટે નિઃશુલ્ક કેમ્પ આયોજન કરાયું

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ પૂતળા દહન કરવામા આવ્યુ

Ahmedabad Samay

ધો. ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાની શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો