January 25, 2025
ગુજરાત

નેક્સસ અમદાવાદ વન અને 8 પિન્સ દ્વારા ABCL-2023 અમદાવાદ બાઉલિંગ સોલો લિગ સફળતા પૂર્વક યોજાઈ

પ્રથમ વખત બાઉલિંગ સોલો લિગનું આયોજન શહેરમાં નેક્સસ અમદાવાદ વન, ફનબ્લાસ્ટ ખાતે કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ફક્ત અમદાવાદથી જ નહીં પરંતું સુરત, મુંબઈના મળી કુલ 42 પ્લેયર્સે ભાગ લીધો હતો. જેથી અનુમાન લગાવી શકાય છે કે, આ ગેમ પ્રત્યે પ્લેયર્સમાં કેટલો ઉત્સાહ છે. બાઉલિંગમાં પ્લેયર્સે તેમનો જલવો બતાવ્યો હતો જેના આધારે જુદી-જુદી કેટગરીમાં વિજેતાઓને પ્રાઈઝ અપાયા હતા.

ફર્સ્ટ પ્રાઈઝ વિજેતાને 50,000 અને ટ્રોફી, સેકન્ડ આવરનારને 30,000 અને ટ્રોફી તેમજ થર્ડ વિજેતાને 20,000 અને ટ્રોફી એનાયત કરાઈ હતી તથા બિગીનર કેટેગરીમાં પણ ફર્સ્ટ વિજેતાને 5,000ના વાઉચર અને ટ્રોફી જ્યારે સેકન્ડ નંબર વિજેતાને પણ 5,000 અને ટ્રોફી એનાયત કરાઈ હતી. આમ પ્લેયર્સનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. આ સ્પોર્ટ્સ ઈવેન્ટ ક્રિએટ કરનાર 8પિન્સના મનિશ મોટવાનીનું માનવું છે કે, બાઉલિંગને લોકો ફક્ત હોબી કે ફન વે તરીકે ન જોવે પરંતુ એક સેમી સ્પોર્ટ્સની જેમ જોવે તે જરુરી છે. તેમણે વધુમાં કહ્યું કે, આ વિઝન સાથે લોકોને જોડીને આ ક્ષેત્રે અમે સોલો લિગનું આયોજન કર્યું હતું. જે ખૂબ જ સફળ થયું છે અને પાર્ટિસિપેન્ટ્સનો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.

આગામી સમયમાં પણ 8પિન્સ આ પ્રકારે સોલો અને ચેમ્પિયન્સ ટૂર્નામેન્ટનું આયોજન આ પ્રકારે કરશે. આ ઉપરાંત જેઓ સ્કિલ્ડ પ્લેયર્સ છે તેમને એક પ્લેટફોર્મ પણ આપવાનો અમારો ઉદ્દેશ્ય છે. નેક્સસ મોલ આ ટૂર્નામેન્ટનું સાક્ષી બન્યું હતું કે, ખરાખરીના જંગની જેમ ટૂર્નામેન્ટ જામી હતી. અહીં આવેલા વિવિધ શહેરોના પ્લેયર્સે તેમનું કૌવત બતાવ્યું હતું. ફનબ્લાસ્ટ ફ્રેન્ડ્સ અને ફેમિલી માટે બેસ્ટ જગ્યા છે જેથી અહીં આવેલા ફેમિલી અને ફ્રેન્ડસ સાથેના ગ્રુપે પણ પ્લેયર્સને રસપ્રદ રીતે બાઉલિંગ રમતા જોઈ ચીયર-અપ કર્યું હતું અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

Related posts

રાજ્ય સરકારે કોરોનાની નવી SOP જાહેર,અમદાવાદ અને બરોડામાં રાત્રિ કર્ફ્યુ દૂર કરાયા

Ahmedabad Samay

આકાશમાંથી અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સેવા શરૂ થવા જઈ રહી છે.

Ahmedabad Samay

જુહાપુરામાં વહેલી સવારે આગ લાગતા ૧પ દુકાનોમાં ભારે નુકશાન

Ahmedabad Samay

લવ જેહાદ કાયદો ગુજરાતમાં આવશે: સી.એમ. રૂપાણી

Ahmedabad Samay

૩૪ વર્ષથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો વિવાદ ફરી એક વાર ચર્ચામાં

Ahmedabad Samay

આ વર્ષે પણ નહીં થાય ૩૧ ડિસેમ્બરની,વધતા સંક્રમણના કારણે પાર્ટીક્લબ મેનેજમેન્ટે લીધ નિર્ણય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો