August 8, 2026
ગુજરાત

ગુજરાતમાં ૦૪ વોટર એરોડ્રોઅમ શરૂ કરાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ચાર વોટર એરોડ્રોમના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા સાથે MoU – સમજૂતિ કરાર માટે રાજ્ય મંત્રીમંડળની આવતીકાલ, બુધવારની બેઠકમાં દરખાસ્ત કરવાનો નિર્ણય કર્યો છે ભારત સરકારની રિજીયોનલ કનેકટીવીટી સ્કીમ RCS ઊડાન ૩ અને ૪ અંતર્ગત આ ચાર વોટર એરોડ્રોમ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ, સરદાર સરોવર ડેમ, નર્મદા-કેવડીયા, શેત્રુંજ્ય ડેમ પાલિતાણા અને ધરોઇ ડેમ મહેસાણા ખાતે વિકસાવી હવાઇ સેવા શરૂ કરવામાં આવશે.
વોટર એરોડ્રોમ એ ખુલ્લા પાણીનો એક વિસ્તાર છે તેનો ઉપયોગ એમ્ફીબિયસ વિમાન દ્વારા ઉતરાણ અને ઉડાણ માટે થઇ શકે છે. તદુપરાંત, ટ્રાફિકના જથ્થાને આધારે, વોટર એરોડ્રોમમાં કિનારે વિમાનો પાર્ક કરી શકાય છે અને જમીનની બાજુએ ટર્મિનલ બિલ્ડિંગ હોઇ શકે છે.

એરપોર્ટ ઓથોરિટી આવા વોટર એરોડ્રોમના વિકાસ માટે માસ્ટર પ્લાનીંગ માટે રાજ્ય સરકારને મદદ કરશે. વોટર એરોડ્રોમ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા વિકસાવશે. એટલું જ નહિ, વોટર નેશનલ હાઇડ્રોગ્રાફીક ઓફિસ આ વોટર એરોડ્રોમ સાઇટનો સર્વે હાથ ધરશે.

Related posts

મેવાડ વાગડ રાજપૂત સેવા સંસ્થા દ્વારા સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ ખાતે ફ્રી મેડિસિન અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

પોલીસ કોન્સ્ટેબલે લાંચ સહિત દિવાળી બોનસની પણ ઉઘરાણી કરતા ACB ના હાથે ઝડપાયો

Ahmedabad Samay

ઠક્કરનગર ચાર રસ્તા પાસે પોલીસે જનતાના ૧૦૦૦રૂપિયા બચાવ્યા

Ahmedabad Samay

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા પોતાના પરંપરાગત અને ઐતિહાસિક રૂટ પરથી જ ભક્તિભાવપૂર્વક પસાર થશે

Ahmedabad Samay

૦૩ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનારની નરોડા પોલીસે ગણતરીના કલાકોમા જ આરોપીની ધરપકડ કરી હતી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો