પોલીસ માસ્ક ન પહેરવા પર દંડ ફટકારવાના સાથે સાથે દંડથી બચવા માટે માસ્ક પણ પહેરાવે છે. અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં પોલીસ દ્વારા કોરોનાથી બચવા માટે અને દંડથી બચવા માટે પોલીસ દ્વારા ફ્રીમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું, માસ્ક નિયમિત પણે માસ્ક પહેરો, સેનેટાઇઝર ને હમેશા જોડે રાખી મિત્ર બનાવો, કોઇ પણ વ્યક્તિ સાથે વાત કરતા બે ગજની દુરી જાળવી રાખો જેવી સૂચનો આપી હતી
પોલીસ દ્વારા માસ્કનું વિતરણ કરી એક ઉત્તમ ઉદાહરણ આપ્યું છે કે પોલીસ લોકો પાસેથી ફક્ત દંડજ નથી ફટકારતી પણ લોકોને દંડથી બચવા માટેના પ્રયત્નો પણ કરે છે .