જયપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવસિંહ ગોગામેડીની ગોલીમારી હત્યા કરવામાં આવી હતી જેમાં સમગ્ર ભારત દેશના રાજપૂત સમાજે દુઃખ વ્યક્ત કર્યું હતું અને ન્યાયની માંગણી કરી હતી અને દેશભર માંથી રાજપૂત સમાજ આગેવાનો અને સંગઠનો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી રહી છે
અમદાવાદ સ્થિત મેવાડ વાગડ રાજપૂત સેવા સંસ્થા દ્વારા આજ રોજ મારુતિનંદન સિંદૂ ભવન રોડ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ હતો જેમાં રાજપૂત સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

