August 25, 2026
ગુજરાત

ધો.૦૮ – ૧૦ પાસ માટે સુવર્ણ તક, રાજ્યની તમામ આઇ. ટી.આઇ માં ટેકનીકલ કોર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ.

વડાપ્રધન     મોદીના આત્મ નિર્ભર ભારત નિર્માણ, પ્રોજેકટ માટે ટેકનીકલ શિક્ષણ મેળવી કોઇપણ વિદ્યાર્થી આત્મ નિર્ભર બની શકશે.

રાજયની તમામ આઇ.ટી.આઇ.માં ધોરણ ૮ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓ માટે ૬ માસથી લઇને બે વર્ષ સુધીના ટેકનીકલ કોર્ષ ચાલતા હોય છે જે જે આઇટીઆઇમાં જરૂરી સાધનો અને ઇન્સ્ટ્રકટર હાજર હોય તે મુજબના કોર્ષ શીખવવામાં આવે છે.

આઇટીઆઇમાં કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસીસ્ટંટ (કો.પા.) કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ મેઇન્ટેન્સ, ઇલેકટ્રીશ્યન, વાયરમેન, ફીટર, ટર્નર, આર્મેચર મોટર રીવાઇડીંગ, સુઇંગ ટેકનોલોજી, મોબાઇલ-ટીવી-લેપટોપ, મોટર મીકેનીક, ડીઝલ મીકેનીક, ટેલરીંગ, હોમ એપ્લાયન્સીઝ જેવા કે ફ્રીઝ, એસી., ઘર ઘંટી, વોટર હીટર, મીકસર જેવા અનેક સાધનો રીપેરીંગ માટેના ટેકનીકલ કોર્ષનું જ્ઞાન આપવામાં આવે છે.

આ તમામ પ્રકારના કોર્ષનો સમય ગાળો ૬ માસથી લઇને ર વર્ષ સુધીનો હોય છે આઇટીઆઇમાં અભ્યાસ કર્યા બાદ સરકાર તરફથી ટેકનીકલ શિક્ષણ મેળવ્યાનું પ્રમાણ પત્ર આપવામાં આવે છે આ પ્રમાણ પત્રના આધારે મોટી કંપનીઓમાં એપ્રેન્ટીસ તરીકે જોડાવા માટે અગ્રતા આપવામાં આવે છે.

આમ ટેકનીકલ શિક્ષણ બાદ મોટી કંપનીઓમાં એપ્રેન્ટીસશીપ કર્યા બાદ કોઇપણ યુવાન મીનીમમ ૧૦ હજારથી ૧પ-ર૦ હજાર સુધીના પગાર મેળવવા સક્ષમ બની શકે છે. અથવા ટેકનીકલ શિક્ષણના સર્ટીફીકેટના આધારે વડાપ્રધાનશ્રીની આત્મનિર્ભર ભારત યોજના હેઠળ નાના પાયે કોઇપણ ઉમેદવારને ધંધો કરવા માટે બેંકમંથી લોન પણ મળી શકે છે.

ગુજરાતની તમામ આઇટીઆઇમાં ટેકનીકલ કોર્ષના અભ્યાસનો ગાળો ઓગસ્ટથી શરૂ થાય છે અને જુલાઇમાં ઓનલાઇન અરજીમાં માંગવામાં આવે છે. ધોરણ ૮ થી ૧૦ સુધી જ અભ્યાસ કરેલા બેરોજગાર યુવાનોને તેમની રૂચી મુજબના ટેકનીકલ કોર્સનો અભ્યાસ કરી ટેકનીશ્યન બનવાની સુવણ તક ઝડપી લેવી જોઇએ

Related posts

કોવિડ-૧૯નો ઓમિક્રોન વેરીયન્‍ટ લગભગ ‘અજેય’ છે અને તેનાથી દરેક લોકો સંક્રમિત થશે

Ahmedabad Samay

ભાવનગરના શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરનો સાંસ્કૃતિક કાર્યક્રમ “આનંદોત્સવ” યોજાયો . .

Ahmedabad Samay

બે સપ્તાહ માં ભારતની હાલત ચિંતા જનક થઇ શકે છે

Ahmedabad Samay

આસ્થા ફાઉન્ડેશન દ્વારા દીકરીઓને બ્યુટીપાર્લ કીટ વિતરણ કરાયું

Ahmedabad Samay

છત્રપતિ શિવાજી મહારાજ અખિલ ભારતના અવિજીત હીરો છે: (૧૦૮) ભવાનીસિંહ શેખાવત

Ahmedabad Samay

લોકડાઉન નહિ, હાઇકોર્ટના નિર્દેશ બાદ લેવાયા મહત્વના નિર્ણય લેવાય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો