આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. હાલ મોન્સૂનની સાયસર સિસ્ટમ એક્ટિવ થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ ધમાકેદાર એન્ટ્રી સાથે શરૂ થશે. તેમજ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં છુટોછવાયો વરસાદ રહેશે
હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં અમરેલી મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે. તેમજ 41 થી 61 કિલોમીટરની પવનની ગતિ સાથે સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે રાજકોટ મોરબી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ ભરૂચ વલસાડ અને દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સામાન્ય વરસાદની આગાહી છે.
તેમજ જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ સુરત નર્મદા તાપી ડાંગ નવસારી અને મહેસાણામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમ્યાન ચોમાસાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસમાં ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થશે.હાલ ચોમાસાની સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
જ્યારે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. હાલ મોન્સૂનની સાયસર સિસ્ટમ એક્ટિવ થવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ ધમાકેદાર એન્ટ્રી સાથે શરૂ થશે. તેમજ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં છુટોછવાયો વરસાદ રહેશે
આ ઉપરાંત ગુજરાતના પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં નર્મદા, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બીજા અને ત્રીજા દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
જ્યારે અમદાવાદમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ચોમાસાની જાહેરાત સાથે ખેડૂતો માટે આનંદના સમાચાર છે. જ્યારે 27 અને 28 જૂને દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે