August 8, 2026
ગુજરાત

અનલોક ૦૩ માટે ગુજરાત સરકારની ગાઈડલાઈન જાહેર

મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિ માં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠક માં અનલોક ૩ સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇન્સમા  કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. આ બેઠકમાં મંત્રી કૌશિક ભાઈ પટેલ, મંત્રી સૌરભભાઈ પટેલ, રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ.  અને  મુખ્ય મંત્રીના અગ્રસચિવ મનોજકુમાર દાસ વગેરે હાજર રહ્યા હતા.

રાજય સરકારની ગાઇડલાઇન મુજબ આગામી ૧ ઓગસ્ટથી રાત્રિ કફર્યુ સંપૂર્ણપણે હટાવી લેવામાં આવ્યો છે. તો હોટલ અને રેસ્ટોરન્ટની સમયમર્યાદામાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો છે. આથી હવે હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત ૫જ્રાક ઓગસ્ટથી જીમ અને યોગ સેન્ટરને ખોલવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે.

૫મી ઓગસ્ટથી જીમ અને યોગ સેન્ટરને ખોલવા માટે પણ મંજૂરી આપવામાં આવી. જયારે કે અન્ય દુકાનો રાબેતા મુજબ રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. ગુજરાત માટે અનલોક – ૩ને લઈ ગાઈડલાઈન જાહેર થઈ છે. ૧ ઓગસ્ટથી રાજયમાં કફર્યુમાંથી મુકિત અપાઈ છે. દુકાનો રાતના ૮ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. હોટલ, રેસ્ટોરન્ટ રાતના ૧૦ વાગ્યા સુધી ખુલ્લી રહેશે તેમજ ૫ ઓગસ્ટથી રાજયમાં જીમ, યોગ કલાસ ખુલશે.
શૈક્ષણિક સંસ્થાઓ, રાજકીય સમારંભો સિનેગૃહો વગેરે માટેનો પ્રતિબંધ ૩૧ ઓગષ્ટ સુધી યથાવત રહ્યો છે. વાહનોમાં મુસાફરોની સંખ્યા બાબતે સરકારે સ્પષ્ટતા કરી નથી પણ તેમાં છુટછાટની શકયતા છે. નાની કારમાં ૩ મુસાફરોને બેસાડવાની છૂટની સંભાવના છે. અનલોક ૩ નો તા. ૧થી અમલ થશે

Related posts

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લોકહિત માટે લાંભા વોર્ડમાં સેનેટાઈઝર કરવામાં આવ્યું

Ahmedabad Samay

મેઘાણીનગરમાં આવેલ ભગવતી સ્કૂલમાં થઇ જરૂરી દસ્તાવેજની ચોરી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ સિંહ કુશવાહના કાર્યાલય ખાતે માનનીય શ્રી બ્રિજભૂષણ સિંહનું ખાસ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ – કેન્દ્રીય ગૃહ મંત્રીના પ્રવાસને જોતા અમદાવાદમાં નો ડ્રોન ફ્લાય ઝોન અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું

Ahmedabad Samay

૨૩ ફેબ્રુઆરી એ આવી રહી છે “જયા એકાદશી”જાણો શું છે મહત્વ, પૂજા અર્ચના,ધ્યાન કેવી રીતે કરવું અને તેના શુ છે ફાયદા.

Ahmedabad Samay

ટૂંક સમયમાં રિવરફ્રન્ટ ખાતે દુબઈનાં પ્રખ્‍યાત મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન જેવો મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન બનાવવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો