March 26, 2026
ગુજરાત

નરોડાના SRP કેમ્પસના 3 બેરેક માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયાં 12 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરાયા, બે વિસ્તારો ઉમેરાયા

રવિવારના રોજ 2 જ નવા વિસ્તારો માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયાં છે. તેની સામે 12 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે. આમ સરવાળે દૂર કરાયેલા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોની સરખામણીમાં નવા ઉમેરાયેલા વિસ્તારોની સંખ્યા જૂજ છે. આજના માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં ઉત્તર તથા ઉત્તર પશ્ચિમ ઝોનના એક એક વિસ્તારનો સમાવેશ થાય છે. તેમાંય નરોડાની એસ.આર.પી. કેમ્પસના ત્રણ બેરેક 2,3 અને 5ના 150 જણાં તથા બોપલની દેવ કુટિર બંગલોઝના પાંચ મકાનોના 30 જણાં માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયા છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં અમદાવાદ શહેરમાં 102 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો અમલમાં હતા. જે પૈકી રોજની માફક વિસ્તુત ચર્ચા વિચારણાંના અંતે 12 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 2 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આમ 102 વિસ્તારોમાંથી 12 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 92 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 2 વિસ્તારોનો સમાવેશ થતાં આ આંકડો 94 પર પહોંચ્યો છે. નવા જાહેર થયેલા વિસ્તારોમાં ઉત્તર તથા ઉત્તર પશ્ચિમ ઝોનના એક એક વિસ્તાર છે. જેમાં બોપલ, તથા નરોડા વિસ્તારોનો સમાવેશ થાય છે

Related posts

ગૌ હત્યાના કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં અશોકભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતમાં રામ મંદિર નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

મેઘાણીનગરમાં બે પ્રેમીઓ એ ગળે ફાસો ખાઈ કરી આત્મહત્યા

Ahmedabad Samay

ગુડી પડવાનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે, જાણો વાર્તા અને કેવી રીતે તૈયાર કરવી ગુડી

Ahmedabad Samay

૨૪ કલાકમાં પોણા બસો કેસ આવ્યા સામે,કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન થાય તે માટે પોલીસને વધુ સક્રિય થવા જણાવ્યું,

Ahmedabad Samay

બિપરજોય ચક્રવાત: ખાલી કરાવાઈ રહ્યા છે વિસ્તારો, ટ્રેનો રદ, જાણો અત્યાર સુધી શું-શું થયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો