July 14, 2026
ગુજરાત

વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ગત રાત્રે ૧૧:૦૦ કલાકે થયા હતા ઠપ્પ

વોટ્સએપનું સર્વર દુનિયાભરમાં લગભગ પોણો કલાક સુધી ડાઉન રહ્યું. એવી જ હાલત ઈન્સ્ટાગ્રામની પણ રહી. ફેસબુક પણ બધી જગ્યાએ ડાઉન રહ્યું. ત્રણે એક સાથે ડાઉન થયા. ભારતીય સમય મુજબ, શુક્રવારે રાત્રે ૧૧ કલાકની આસપાસ ત્રણેય સાઈટના સર્વર ડાઉન થઈ ગયા. યૂઝર્સ તેની એપ કે વેબ સર્વિસનો ઉપયોગ નહોતા કરી શકતા.

આખરે મોડી રાત્રે ૧૧.૪૫ કલાકે ત્રણેયની સેવાઓ ફરી શરૂ થઈ હતી. ખાસ વાત એ છે કે, ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ઈંકના છે, જેના માલિક માર્ક ઝુકરબર્ગ છે. વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકસાથે ડાઉન થયા બાદ ટ્વીટર પર માર્ક ઝુકરબર્ગ ટ્રેન્ડ કરવા લાગ્યા. તે ઉપરાંત ફેસબુક ડાઉન, વોટ્સએપ ડાઉન અને ઈન્સ્ટાગ્રામ ડાઉન પણ ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું.

લોકોએ પોતાને પડેલી તકલીફો વિશે ટ્વિટર પર જણાવ્યું હતું. ફેસબુક મેસેન્જર પર મેસેજ નહોતા જઈ રહ્યા. વોટ્સેપ પર પણ મેસેજ નહોતા જતા ઈન્સ્ટાગ્રામ પર પણ એવી જ હાલત હતી. જોકે, એપ્સ ઓપન થઈ રહ્યા હતા. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની ન્યૂઝ ફીડ રિફ્રેશ નહોતી થઈ રહી.

ઉલ્લેખનીય છે કે, આ પ્રકારે સર્વિસીઝ ડાઉન થવાથી સાઈબર ક્રાઈમનો ખતરો પણ વધે છે. એટલું જ નહીં, સાઈબર એટેકના કારણે પણ સર્વિસીઝ ડાઉન થતી હોય છે. આ વખતે શું થયું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. આ પહેલા પણ દ્યણી વખત વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થયા છે. સામાન્ય રીતે કંપની તે અંગે સ્ટેટમેન્ટ બહાર પાડે છે, પરંતુ સમસ્યાનું કારણ જણાવતી નથી હોતી.

Related posts

ગુજરાત સરકારનો મોટો નિર્ણય,DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો કાર્યક્રમ યોજી શકશે.

Ahmedabad Samay

સૈજપુર બોઘામાં ચૌધરી હોસ્પિટલમાં મહિલાના મોતના પગલે બેદરકારીનો આક્ષેપ,પરિવારજનો એ મચાવ્યો હોબાળો

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસ્ત્રાપુર અંધ જન મંડળ ની અંધ મહીલા ઓ સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી

Ahmedabad Samay

લાલો ફિલ્મે વિશ્વભરમાં ₹૧૦૦ કરોડનું ગ્રોસ કલેક્શન કરનારી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ બનીને

Ahmedabad Samay

જોધપુર વોર્ડમાં કોંગ્રેસના 3 ઉમેદવારોના ફોર્મ લઇ અન્ય ઉમેદવાર છુમંતર

Ahmedabad Samay

૨૧મી સદીના પડકારોને અનુરૂપ સુધારાની આવશ્‍યકતા જણાવી ઉમેરેલ કે આ યુનિવર્સિટી દેશભરમાં વિસ્‍તરશે:વડાપ્રધાન મોદી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો