November 5, 2026
ગુજરાત

સોલા સિવિલ હોસ્પિટલમાં એક મહિલા અને ચાર પુરુષોને કોરોનાની રસી આપવામાં આવી

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની કોરોના રસીની ટ્રાયલ માટે પસંદગી કરવામાં આવી છે.  સૌપ્રથમ એક વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવી હતી. ત્યારબાદ 4 વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવી છે. એટલે કે કુલ 5 વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવી છે. જેમાંથી એક મહિલા અને ચાર પુરુષનો સમાવેશ થાય છે,

આ રસી 18 થી 60 વર્ષ સુધીના તંદુરસ્ત વ્યક્તિઓને જ આપવામાં આવશે. એ માટે હોસ્પિટલની ઓપીડીમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ રસીની ટ્રાયલ પ્રક્રિયા એક લાંબી પ્રક્રિયા છે. જેમા પહેલો ડોઝ આપ્યા પછી 28 દિવસ પછી બીજો ડોઝ આપવામાં આવશે. આ પહેલા વ્યક્તિના તમામ મેડિકલ રિપોર્ટ કરવામાં આવશે. કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. તેમજ રસી આપ્યા બાદ પણ અગત્યના ટેસ્ટ કરવામાં આવશે. સંપૂર્ણ રીતે 100 જેટલા વ્યક્તિઓ ઉપર ટ્રાયલ કરવાનું તેમનું લક્ષ્ય છે.
રસીના ટ્રાયલ માટે વોલન્ટિયર્સે રજિસ્ટ્રેશન પણ કરાવવાનું શરૂ થઈ ગયું છે. 15-20 જેટલા લોકોની ઇન્કવાયરી પણ આવી છે. આ રસીનો ટ્રાયલ સમય એક વર્ષ સુધી હશે, જેથી તેનો ઊંડાણ પૂર્વક અભ્યાસ થઈ શકે. રસી આપાયા બાદ અડધો કલાક સુધી વોલન્ટિયર્સને હોસ્પિટલમાં જ મોનીટર કરાશે, ત્યારબાદ તેને ઘરે મોકલવામાં આવશે. 24 કલાકમાં તેમને ફોન કરીને કોઈ તકલીફ હોય તો તે વિશે પુછવામાં આવશે. ત્યારબાદ 15 દિવસે ફોન કરવામાં આવશે અને જો તેમને કોઈ તકલીફ હોય તો સામેથી પણ ફોન કરી શકશે. રસી આપતા પહેલા જે-તે વ્યક્તિની મેડિકલ હિસ્ટ્રી પણ ચેક કરવામાં આવે છે.

Related posts

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રાધાસ્વામી રોડ પર સ્થાનિકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન

Ahmedabad Samay

P.M મોદીનો પ્રજાને સંદેશ “જબ તક દવાઈ નહિં, તબ તક ઢિલાઈ નહિં”

Ahmedabad Samay

પેટ્રોલના ભાવ વધારો સામે યુથ કોંગ્રેસ નો હલ્લાબોલ

Ahmedabad Samay

નિકોલ કઠવાડા વિસ્તારમાં શહેરના સૌથી મોટા ઓડિટોરિયમનું નિર્માણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી

Ahmedabad Samay

કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવતની કારનું ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો