અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકો માટે વધુ એક સુવિધાની ભેટ મળવા જઈ રહી છે. નિકોલ કઠવાડા વિસ્તારમાં શહેરના સૌથી મોટા ઓડિટોરિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે..
અત્યાધુનિક અને સુવિધાજનક ઓડિટોરિયમ તૈયાર કરાયું છે. એક સાથે 1 હજારથી વધુ લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. 9 હજાર 300 ચોરસ મીટરમાં 39 કરોડ 70 લાખના ખર્ચે ઓડિટોરિયમ બનાવવામાં આવ્યું છે.
ઓડિટોરિયમમાં 450 વ્યક્તિઓ માટે બેંકવેટ હોલ અને 450 વ્યક્તિઓ માટે મલ્ટી પર્પસ હોલ તૈયાર કરાયા છે. સાથે-સાથે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એવી રીતે વિશાળ પાર્કિંગની પણ સુવિધા અપાઈ છે.
