August 7, 2026
ગુજરાત

અમદાવાદના નવરંગપુરા, સેટેલાઈટ, બોપલ સહિતના વિસ્તારોમાં AQI 100થી નીચે નોંધાયું

અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂ જાહેર થયા બાદ ફરી વાયુ પ્રદૂષણમાં ઘટાડો થયો છે શહેરના નવરંગપુરા, સેટેલાઈટ, બોપલ સહિતના વિસ્તારોમાં AQI 100થી નીચે નોંધાયું છે. જે પંદરેક દિવસ પહેલા ડબલ હતું. આ પહેલા પ્રથમ લોકડાઉનમાં અમદાવાદના પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ધીરે-ધીરે શહેર અનલોક થવાની સાથે વાયુ પ્રદૂષણનું પ્રમાણ પણ વધવા લાગ્યું હતું.

હાલમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અત્યંત જોખમી હોવાથી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. રાત્રિ સમયે વાહનોની અવર-જવર બંધ થતા વાયુ પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે.

અમદાવાદના ચાંદખેડા 97, નવરંગપુરા 73, સેટેલાઇટ 92, બોપલ 63ની આસપાસ એર ક્વોલિટી ઇન્ડેક્ષ રહ્યો.

અમદાવાદમાં પ્રદૂષણ 100થી નીચે આવતા લોકો રાહત અનુભવી રહ્યા છે

Related posts

ખેડૂતોનું આંદોલન હવે રાજ્યના પાટનગર અમદાવાદ સુધી પહોંચી ગયું

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા શિવ બારાત સભા અને સ્નેહ મિલન ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું,

Ahmedabad Samay

દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાની અટકળો સાથે જોડાયેલા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા

Ahmedabad Samay

વર્ષના છેલ્લા સૂર્યગ્રહણની જીવન પર શુ થશે અસર જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી દ્વારા

Ahmedabad Samay

મણિનગર:લક્ષ્મીભવન બંગલોમાં ૫૦ થી ૭૦ વર્ષની જુગાર રમતી મહિલા ઝડપાઇ

Ahmedabad Samay

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિનું નવા નરોડામાં કાર્યલયનો ઉદ્ઘાટન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો