અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂ જાહેર થયા બાદ ફરી વાયુ પ્રદૂષણમાં ઘટાડો થયો છે શહેરના નવરંગપુરા, સેટેલાઈટ, બોપલ સહિતના વિસ્તારોમાં AQI 100થી નીચે નોંધાયું છે. જે પંદરેક દિવસ પહેલા ડબલ હતું. આ પહેલા પ્રથમ લોકડાઉનમાં અમદાવાદના પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ ધીરે-ધીરે શહેર અનલોક થવાની સાથે વાયુ પ્રદૂષણનું પ્રમાણ પણ વધવા લાગ્યું હતું.
હાલમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અત્યંત જોખમી હોવાથી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. રાત્રિ સમયે વાહનોની અવર-જવર બંધ થતા વાયુ પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે.
અમદાવાદના ચાંદખેડા 97, નવરંગપુરા 73, સેટેલાઇટ 92, બોપલ 63ની આસપાસ એર ક્વોલિટી ઇન્ડેક્ષ રહ્યો.
અમદાવાદમાં પ્રદૂષણ 100થી નીચે આવતા લોકો રાહત અનુભવી રહ્યા છે