August 7, 2026
ગુજરાતજીવનશૈલી

વર્ષના અંતિમ માસમાં ચાર મોટા બદલાવ થવા જઇ રહ્યા છે

આજથી સામાન્ય નાગરિકોના રોજિંદા જીવન સાથેના અનેક નિયમો બદલાઈ ચૂકયાં છે. આ ફેરફાર બેંકિંગથી લઈને ભારતીય રેલવે અને વીમા પોલિસી સાથે સંકળાયેલા છે. જે તમારે જાણવા જરૂરી છે,

આજથી ૦૪ મોટો પરિવર્તન થઈ રહ્યા છે.

(૦૧) PNB 2.0 OTP બેસ્ડ સુવિધા

–  આજથી PNB 2.0 OTP બેસ્ડ કેશ વિદડ્રોઅલ સુવિધા શરૂ થઈ જશે,આજે રાત્રે ૮ વાગ્યાથી સવારે ૮ વાગ્યા વચ્ચે PNB 2.0 ATMથી એક વખત ૧૦ હજાર કરતાં વધુ કેશ ઉપાડવા પર OTP નાંખવાનો રહેશે. ATMમાં તમારી સાથે તમારો મોબાઈલ લઈને જવું પડશે.

(૦૨) ૨૪ કલાક મળશે RTGS સર્વિસ

–  આજથી તમને RTGSની સર્વિસ અઠવાડિયાના ૭ દિવસ ૨૪ કલાક માટે મળશે, RBI તરફથી તેની જાહેરાત કરવામાં આવી હતી. આજથી તમે ગમે ત્યારે કોઈને પણ મની ટ્રાન્સફર કરી શકશો.અગાઉ RTGS સર્વિસ મહિનાના બીજા અને ચોથા શનિવારને બાદ કરતાં સપ્તાહના તમામ વર્કિંગ ડેમાં સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધી ઉપલબ્ધ હતા.

(૦૩) રેલવેની નવી ટ્રેનો આજથી શરૂ 

રેલવે દ્વારા આજથી નવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે. કોરોના કાળમાં રેલવે તરફથી અનેક ટ્રેનો શરૂ કરવામાં આવી છે.નવી ટ્રેનોમાં ઝેલમ એકસપ્રેસ અને પંજાબ મેલ સામેલ છે.

૦૧૦૭૭/૭૮ પૂણે-જમ્મુતાવી પૂણ-ઝેલમ સ્પેશિયલ નામની ટ્રેન છે.

૦૨૧૩૭/૩૮ મુંબઈ-ફિરોઝપુર પંજાબ મેલ સ્પેશિયલ ટ્રેન રોજ ચાલશે

(૦૪) પોલિસી પ્રીમિયમમાં પરિવર્તન

પોલિસીધારકોને આજથી અનેક રાહત મળી ગઈ છે. ૫ વર્ષ બાદ વીમા ધારક પ્રીમિયમની રકમને ૫૦ ટકા સુધી ઘટાડી શકશે. અડધા હપ્તા સાથે પણ પોલિસી ચાલુ રાખી શકાશે.

Related posts

કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ગુડિપાડવા નિમિતે બળવંતરાય ઠાકોર હોલ કાંકરિયા ખાતે ખાદ્ય મહોત્સવ ઉજવાયો,

Ahmedabad Samay

અમદાવાદમાં જિલ્લામાં આ સિઝનમાં વરસાદ ઓછો, 6 તાલુકામાં 50 ટકા પણ વરસાદ નથી પડ્યો

Ahmedabad Samay

અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાંથી દારૂની મહેફિલ માણતા પાંચ શખ્સોને વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી

Ahmedabad Samay

તમારા મસ્તિષ્ક ને તૈયાર કરો “ટ્રેન યોર બ્રેન”.(પ્રવક્તા અને લેખક : વિજય કોતાપકર)

Ahmedabad Samay

કોર્પોરેશન દ્વારા શહેરના રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે ધમધમતા પેઈંગ ગેસ્ટ અને કોમર્શિયલ એકમો સામે કડક વલણ

Ahmedabad Samay

અમદાવાદમાં ૨૦૦૮ના બોમ્‍બ બ્‍લાસ્‍ટમાં અમદાવાદ આખુ ધણધણી ઉઠયું હતું. જેનો ૧૪ વર્ષની લાંબી લડત બાદ આજે ઐતિહાસિક ચુકાદો આવ્‍યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો