રખડતા ઢોર અને રોડ રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટના હુકમના તિરસ્કાર માટે અમદાવાદ મનપા કમિશનર જવાબદાર હોવાની રજૂઆત કરાઈ હતી. રખડતા ઢોર અને રોડ રસ્તા મામલે સુનાવણી થઈ હતી. વારંવાર હુકમો છતાં યોગ્ય કાર્યવાહી નહીં થઈ હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
બેદરકારી બદલ કોઈ એક ઈન્ક્રિમેન્ટ રોકવાથી અધિકારીઓને કોઈ ફરક નથી પડતો તે પ્રકારે રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ કોર્ટના તિરસ્કર માટે સિટી એન્જનિયર જવાબદાર હોવાની કોર્ટમાં રજૂઆત કરાઈ હતી.
કોર્ટે ટ્રાફીક અને પાર્કિંગના મુદ્દે પણ એએમસીની ઝાટકણી કાઢી હતી. જો કે, રખડતા ઢોર અને રોડ રસ્તાના બાકી કામો મામલે આગામી 29 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે.
રાજ્યમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. એક તરફ મનપા, નગરપાલિકાઓમાં ઢોરના ત્રાસના કારણે લોકો ઘાટલ થઈ રહ્યા છે તો ક્યાંક કેટલીક જગ્યાએ જીવ પણ લોકોનો જઈ રહ્યો છે. આ મામલે હાઈકોર્ટે અગાઉ પણ એએમસીની ઝાટકણી કાઢી હતી ત્યારે આ મામલે વધુ સુનાવણી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટ સરકારને કામગિરીનો અહેવાલ રજૂ કરવા આદેશ કર્યો હતો. ત્યારે આ મામલે વધુ સુનાવણી આગામી સમયમાં થશે.