August 8, 2026
ગુજરાત

વટવા GIDC માં ભીષણ આગ,કેમિકલ ફેક્ટરીઓમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ

વટવા GIDC વિસ્તારમાં આવેલી બે કેમિકલ ફેક્ટરીઓમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. GIDC આવેલી કેમિકલ કંપનીઓમાં અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. કંપનીમાં સોલવન્ટ હોવાથી આગે વિકરાળરૂપ ધારણ કરતાં આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ફેક્ટરીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગે બ્રિગેડ કૉલ આપ્યો હતો. આગની જ્વાળાઓ અને ધૂમાડા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા.

આ અંગેની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડની 30 ગાડીઓ સહિતના કાફલાએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.  પ્રચંડ આગ લાગવામાં કારણે એક ખાનગી ટ્રક સળગી ઉઠી છે આ ઉપરાંત આસપાસમાં રહેલા 20 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઇ ગયા છે. આગ લાગતા ઝૂંપડામાં રહેતા શ્રમિક પરિવારો પર પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા પરંતુ તેમની તમામ જીવનજરૂરી વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ છે

આગ એટલી પ્રચંડ હતી કે  40 ફાયર ફાઇટરની ગાડીઓ અને 100 જેટલા જવાનાએ મળીને આગ પર આશરે ત્રણ કલાકની જહેમત બાદ મહત્તમ કાબુ મેળવ્યો હતો. જેના કારણે કંપનીઓની આસપાસ રહેતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

Related posts

પાસપોર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતમાં હવેથી પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા નહીં

Ahmedabad Samay

અમદાવાદ શહેરના ૧૦ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરવામાં આવી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક નું ગ્રાન્ડ લોન્ચિંગ કરાયું

Ahmedabad Samay

જીમ લોન્જના વધુ એક જીમનુ ગ્રાન્ડ ઓપનિંગ ધ ગ્રેટ ખલીના હસ્તે કરાયુ

Ahmedabad Samay

અમદાવાદ – મણિનગરમાં યુવતીની છેડતી કરતો વિધર્મી યુવક ઝડપાયો, લોકોએ ઝખાડ્યો મેથીપાક

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ લેક બ્યુટિફિકેશન અંતર્ગત મોડાસર તળાવ તથા શેલા તળાવની લીધી મુલાકાત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો