September 22, 2026
અપરાધગુજરાત

નરોડાના ડોલ્ફિન સર્કલ પાસે બપોરના સમયે પતંગ પર બિભત્સ લખાણ લખવા બાબતે જૂથ અથડામણ

નરોડામાં ઊતરાણ બાદ જૂથ અથડામણ થતા પથ્થરમારાના દ્રશ્યો સર્જાયા હતા. બનાવવાની વાત કરીએ તો નરોડાના ડોલ્ફિન સર્કલ પાસે બપોરના સમયે પતંગ પર બિભત્સ લખાણ લખવા બાબતે બે વ્યક્તિઓ વચ્ચે સામાન્ય તકરાર થઇ હતી.

જો કે જોતજોતામાં આ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે જૂથો સામસામે આવી ગયા હતા. મામલો બિચકતા પથ્થરમારો પણ થયો હતો. પ્રાથમિક મળતી વિગતો અનુસાર પથ્થરમારામાં છ થી વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઇ ગઇ હતી. જાહેર રોડ પર પથ્થરમારો થતા રસ્તો પણ કલાકો માટે બંધ થઇ ગયો હતો.

જોકે ઘટના અંગે નરોડા પોલીસને જાણ થતા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. પથ્થરમારો કરનાર શખ્સોની અટકાયત કરવાની દિશામાં કાર્યવાહી કરતા કેટલાક શખ્સો સારવારના બહાને હોસ્પિટલમાં દાખલ થયા હતા. મામલો હજી તો શાંત પડ્યો ત્યાં કેટલાક લોકો ફરીથી અદાવત રાખી નરોડાના ફુવારા સર્કલ પાસે ફરી એક વ્યક્તિને મારી ફરાર થઈ ગયા હતા. આ અંગે નરોડા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Related posts

આખું ધંધુકા પંથક ભડકે બળયુ, ધર્મેશ ગમારા નામના યુવકની ઘાતકી હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા

Ahmedabad Samay

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા નવા હોદેદારો ને નિમણુંક કરાયા

Ahmedabad Samay

ખોખરા વિસ્તારમાં પ્લાસ્ટિક ની ટાંકી મા યુવતી ની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી

Ahmedabad Samay

સુરપંચમ સ્ટુડિયો, અમદાવાદ ખાતે “કરાઓકે સુપરસ્ટાર સીઝન ૧” ફાયનલ સ્પર્ધા યોજાઇ

Ahmedabad Samay

પ્રદીપસિંહ જાડેજાના હસ્તે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાયું

Ahmedabad Samay

ધંધાર્થીઓ માટે બાકડા પણ નથી જેથી નીચે પાથરી ને શાકભાજી રાખવા પડે : આકરા તાપ વચ્ચે વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલી અનુભવે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો