August 9, 2026
ગુજરાતઅપરાધ

મણિનગર:લક્ષ્મીભવન બંગલોમાં ૫૦ થી ૭૦ વર્ષની જુગાર રમતી મહિલા ઝડપાઇ

મણિનગરના ગોપાલ ટાવરની પાછળના લક્ષ્મીભવન બંગલોમાં જુગાર રમતી 8 મહિલાના વિરુદ્ધ જુગારધારા હેઠળ કડક કાર્યવાહી કરી હતી. મણિનગર પોલીસે તમામ મહિલાઓ વિરૂધ્ધ ગુનો નોંધી રોકડ અને 6 મોબાઈલ ફોન મળી રૂ.72300નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

ગણેશ ગલી ગોપાલ ટાવરની પાછળ આવેલા લક્ષ્મીભવન બંગલોમાં કેટલીક મહિલા જુગાર રમી રહી છે. બાતમી મળતા પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા બંગલોના પહેલા માળે જુગાર ચાલતો હોવાની માહિતી મળી હતી. પોલીસ પહેલા માળે પહોંચી તો દરવાજો બંધ હતો. દરવાજો ખખડાવતા એક મહિલાએ ખોલ્યો હતો. પોલીસે ઓળખ આપી રેડ કરતા બેડરૂમમાં 50 થી 70 વર્ષની મહિલાઓ પૈસાથી  જુગાર રમતી હતી જોવા મળી.

પોલીસે સ્થળ પર રેડ કરી રૂ. 25000 હજારની રોકડ અને રૂ.47,300ના છ મોબાઈલ ફોન મળી કુલ રૂ.72,300નો મુદાદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે જુગાર રમતી તમામ મહિલાઓ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર સ્વનિધિ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધીરણપત્રો એનાયત કરાયા

Ahmedabad Samay

અમદાવાદમાં બની માનવતાને શરમાવે તેવી ઘટના,નવજાત ૦૪ બાળાને ત્યજી દેવાઇ

Ahmedabad Samay

ખલી થી ઉંચો કદ ધરાવતો મંગલ સિંહજી બઘેલનું થયું દુઃખદ અવસાન

Ahmedabad Samay

AMC પૂર્વ વિસ્તારમાં બીઆરટીએસ રુટ પરના દબાણો દૂર કરી રસ્તો કર્યો ખુલ્લો

Ahmedabad Samay

શ્રી જિતેન્દ્રસિંહ જસકરણને કરણી સેનાના દ્વારા સુરત શહેરના મહામંત્રી (યુવા પ્રકોષ્ઠ) તરીકે નિયુક્ત કરાયા

Ahmedabad Samay

અસારવામાં રહેતી યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા મારવાની ધમકી અપાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો