પ્રથમ વખત ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીએ કરતા લોકો તેમની સાથે જોડાયા હતા અને રાહુલ ગાંધી સાથે સમર્થનમાં પણ જોડાયા હતા ત્યારે હવે 2.0ની પણ તૈયારી છે. રાહુલ ગાંધી ગુજરાતના પોરબંદરથી પોતાના પ્રવાસની શરૂઆત કરી શકે છે. પશ્ચિમથી પૂર્વની યાત્રામાં આવતા રાજ્યો તરફથી ઘણા સૂચનો લેવામાં આવ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં 2017ની નવસર્જન યાત્રા જેવી જ હોઈ શકે છે.
પશ્ચિમથી પૂર્વ ગુજરાતથી મેઘાલયની આ યાત્રામાં આવતા રાજ્યો પાસેથી સૂચનો લેવામાં આવ્યા છે. ભારત જોડો યાત્રાની બીજી આવૃત્તિને વધુ વ્યાપક રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ કે પોરબંદરથી થઈ શકે છે શરુઆત
લોકસભામાં બે દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે, તેમની યાત્રા પૂરી થઈ નથી. આ દિવસોમાં, કોંગ્રેસ નેતૃત્વમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને મંથન ચાલી રહ્યું છે કે, આ યાત્રા ક્યારે અને ક્યાંથી શરૂ કરવી જોઈએ. જો કે, ગુજરાત એ રાજનિતીનું કેન્દ્રબિંદુ પણ ચોક્કસથી બની ગયું છે ત્યારે આ યાત્રાની શરુઆત બની શકે કે, ગુજરાતથી થઈ શકે છે.જો કે, લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે આ દિશામાં પણ મંથન બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.
ગુજરાતમાં આ યાત્રા પ્રભાવિત પણ કરી શકે
ગુજરાતમાં આ યાત્રા પ્રભાવિત પણ કરી શકે છે. પોરબંદર એ મહાત્મા ગાંધીની જન્મ ભૂમી છે. આ ઉપરાંત અમદાવાદ એ ગુજરાતનું કેન્દ્ર છે અને પાટનગરથી નજીક છે જેથી બની શકે છે. રાહુલ ગાંધી પોરબંદર કે અમદાવાદથી આ યાત્રાની શરુઆત કરી શકે છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં નવસર્જન યાત્રા કાઢી ત્યારે તેઓ પાર્ટીના ઉપાધ્યક્ષ હતા. 2017ની ચૂંટણીમાં પાર્ટીને રાજ્યમાં 99 બેઠકો મળી હતી. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવું કરવું ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. યાત્રાથી રાહુલ ગાંધી વધુ લોકોને પોતાની સાથે જોડીને આગળ વધી શકશે.