September 21, 2026
ગુજરાતરાજકારણ

કાલે નેતાજીનો રિજલ્ટ થશે જાહેર. કાલે ખબર પડશે કોણ પાસ અને કોણ નાપાસ

મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન ગઇકાલે શાંતિપૂર્ણ  સંપન્ન થયુ છે. આવતીકાલે તારીખ ૨૩ મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ શહેરમાં આવેલ એલ.ડી. એન્જીનીયરીંગ કૉલેજ અને ગુજરાત કૉલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે.

આ મતગણતરીમાં ચૂંટણીપંચ દ્વારા નિર્ધારીત કરવામાં આવેલ કોરોના દિશાનિર્દેશોનો સંપૂર્ણપણે પાલન કરાવીને  મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી હોવાનું અમદાવાદ શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટર સંદિપ સાગલેએ જણાવ્યુ છે.
મતગણતરીમાં તૈયાર કરવામાં આવેલ બે કેન્દ્રો પૈકી ગુજરાત કોલેજમાં દાણીલીમડા, મણીનગર,ઇસનપુર, અમરાઇવાડી,હાટકેશ્વર, ખોખરા,અસારવા, શાહીબાગ, શાહપુર,જોધપુર,વેજલપુર,સરખેજ,નવાવાડજ,નારણપુરા,એસ.પી.સ્ટેડીયમ,ચાંદખેડા,સાબરમતી,રાણીપ,ગોતા,ચાંદલોડિયા,ઘાટલોડીયા,નિકોલ,વિરાટનગર અને ઓઢવ વોર્ડમાં થયેલ મતદાનની મતગણતરી હાથ ધરવામાં આવશે.

જયારે એલ.ડી.એન્જીનીયરીંગ કેન્દ્રમાં સરદારનગર,નરોડા,કુબેરનગર,બાપુનગર,સરસપુર-રખીયાલ,ગોમતીપુર,વસ્ત્રાલ,ઇન્દ્રપુરી,રામોલ-હાથીજણ, બહેરામપુરા, લાંભા, વટવા, સૈજપુર બોઘા, ઇન્ડીયાકોલોની, ઠક્કરબાપાનગર,થલતેજ,મક્તમપુરા,બોડકદેવ,પાલડી,વાસણા,નવરંગપુરા,દરિયાપુર, ખાડિયા અને જમાલપુર વોર્ડમાં થયેલ મતદાનની મતગણતરી હાથ ધરવામાં આવશે.

Related posts

શિયાળામાં આવું થાય છે. હવે શિયાળો પૂરો થયો, પછી કિંમતો સસ્તી થશે: પેટ્રોલિયમ મંત્રી

Ahmedabad Samay

ગુજરાત ટાઇટન્સે નવી જર્સી લોન્ચ કરી

Ahmedabad Samay

અમદાવાદ: 23 ખાનગી શાળાઓ બંધ થવાની સંભાવના, અપૂરતા વિદ્યાર્થીઓ બનશે કારણ

Ahmedabad Samay

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વોલેન્ટીયર્સ તાલીમ કાર્યક્રમ  આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ – શહેરી વિસ્તારના ધારાસભ્યોને એક ધારાસભ્ય દિઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું સવારે ૧૦૦ વર્ષની વયે થયું નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો