“ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા અગાઉ ખલાસીઓ સહિત 139 લોકોના RT PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 120 ખલાસી અને 19 મંદિરના સંતોના RT PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સંતોએ લોકોને ઘરે રહી માધ્યમો દ્વારા રથયાત્રાનાં દર્શન કરવા અપીલ કરી છે.
એક રથને 40 ખલાસીઓ ખેચશે. કુલ 120 ખલાસીભાઇઓ ભગવાનને નગરચર્યા કરાવશે. 20-20 ખલાસીઓ નિજ મંદિરથી રથ ખેચશે જ્યારે અન્ય 20-20 ખલાસીઓ મામાના ઘર સરસપુરથી જોડાશે.
રથયાત્રાને પગલે આ ખલાસીભાઈઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ ખલાસીઓ ભગવાનના રથ ખેંચવા આતુર છે. આ ખલાસીઓની ઉંમર લગભગ 22થી 50 વર્ષની છે. કોઈ ખલાસીઓ 10 વર્ષથી તો કોઈ ખલાસીઓ 25-30 વર્ષથી ભગવાનના રથ ખેંચે છે. આ વખતે કોરોનાના સંકટ વચ્ચે પણ ખલાસીઓમાં ભગવાનના રથ ખેંચવાનો એટલો જ ઉત્સાહ જોવા મળે છે.”